અમદાવાદમાં 72 વર્ષ બાદ જગન્નાથજીની નવા રથમાં નગરચર્ચા

Tuesday 25th April 2023 13:08 EDT
 
 

અમદાવાદઃ શહેરમાં આગામી 20 જૂને શહેરમાં નીકળનારી 146મી રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત પૂજન કરાયું હતું. આ પૂજન સાથે જ રથયાત્રાની તૈયારીઓની વિધિવત શરૂઆત કરવામાં આવે છે. આ વખતે ત્રણેય રથ નવા તૈયાર કરાયા છે. હવે રથોને કલરકામ કરવામાં આવશે.
આ અગાઉ શનિવારે સવારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં ત્રણેય રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
72 વર્ષ બાદ તૈયાર કરાયેલા આ ત્રણેય રથ સાગનાં લાકડામાંથી અને પૈડાં સીસમના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. જૂના રથ જેવા જ નવા રથ માટે 400 ઘન ફૂટ લાકડાનાો ઉપયોગ થયો છે. જ્યારે પૈડાં માટે 150 ઘન ફૂટ લાકડાનો ઉપયોગ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter