લંડનઃ સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણીનગરના સંતો અત્યારે યુરોપના સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે યુરોપના લેક ડિસ્ટ્રિક્ટ ખાતે પધરામણી કરીને સત્સંગ સભા યોજી હતી. અહીં તેમણે વિન્ડરમેર ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો પુષ્પોથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે લંડન અને માંચેસ્ટરના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. 1979માં લેક ડિસ્ટ્રીક્ટ ખાતે પધરામણી કરીને સત્સંગ સભા યોજી હતી. તેની સ્મૃતિમાં આ સત્સંગ સભાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, ભગવાન અને તેમના સંતપુરુષોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું હોય તે ભૂમિ પવિત્ર બની જાય છે. તે ભૂમિના જે દર્શન કરે છે તેનો પણ મોક્ષ થાય છે. ભગવાનની પ્રસાદીમય જગ્યાના દર્શન કરવાથી ભગવાનની સ્મૃતિ થઈ આવે છે. તેથી આવા તીર્થક્ષેત્રોમાં અવશ્ય વિચરણ કરવું જોઈએ.