ગુજરાતમાં ક્વોરન્ટાઇન માટે બેસ્ટ જગ્યા: નિજાનંદ

Wednesday 19th August 2020 06:59 EDT
 
 

પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે મિત્રોને ત્યાં ૧૪ દિવસ ઘરમાં ગોંધાઇ રહેવું ગમે નહિ એ સ્વાભાવિક છે. ગુજરાતમાં ખાસ કરીને ખેડા જિલ્લાના શહેરો-નગરો, ગામોમાં જનારા આપણા ભાઇ-બહેનો કે વ્યવસાયીઓ અથવા બીઝનેસમેનો માટે સામાન્ય જગ્યાઓએ કવોરન્ટાઇન થવું પરવડે નહિ. આવા લોકોની વિટંબણાઓ, મુંઝવણોને ધ્યાનમાં રાખીને આણંદ નજીક સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આઇશોલેશન કેર (Isolation care) થઇ શકે એવી જગ્યાએ "નિજાનંદ"ના લક્સઝરીયસ કોટેજમાં વ્યવસ્થા ઉભી કરી છે. યુ.કે, અમેરિકા, આફ્રિકા કે અન્ય દેશોમાથી ગુજરાત જનારા માટે "નિજાનંદ રિસોર્ટ'એ કોવિડ-૧૯ની મહામારીમાં પરોક્ષ રીતે મદદરૂપ થઇ શકે અને કોઇપણ પ્રવાસી અથવા ગેસ્ટ કોરોન્ટાઇન થાય તો એ ગેસ્ટ તંદુરસ્ત અને સ્વસ્થ રહે એ આશયથી કોરોન્ટાઇન પેકેજ બહાર પાડેલ છે. જે પેકેજના રેટ ગુજરાત સરકાર તરફથી નક્કી કરવામાં આવેલ છે. નિજાનંદ રિસોર્ટ કોરોન્ટાઇન પેકેજમાં ડ્રોઇંગ રૂમ, પેન્ટ્રી, ACબેડરૂમ જેવી સવલતો ધરાવતું પર્સનલ કોટેજ ઉપલબ્ધ કરાય છે. આ સાથે સવારના બ્રેકફાસ્ટ સાથે ઉકાળો, લંચ, હાઇ ટી અને ડિનર આપે છે જે પોતાના કોટેજમાં પહોંચાડાય છે. ઉપરાંત પબ્લીક હેલ્થ સેન્ટરમાંથી નિયમિતપણે ડોકટર દ્વારા ચેકઅપ થતું રહે છે. આપને ફ્રી વાય-ફાઇ ઇન્ટરનેટ ફેસિલિટી પણ કોટેજમાં મળી શકે છે. અત્યાર સુધીમાં વંદે માતરમ્ મિશન હેઠળ ૩૦૦થી વધારે ગેસ્ટ સંતોષકારક સેવા લઇ ચૂક્યા છે.
વધુ માટે જુઓ જાહેરાત પાન નં. ૧૯


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter