તિરુપતિ મંદિરનું બેન્ક બેલેન્સ રૂ. 18,817 કરોડ

Sunday 28th April 2024 07:26 EDT
 
 

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે. તિરુમાલા મંદિર ટ્રસ્ટ દેશનું એકમાત્ર મંદિર ટ્રસ્ટ છે જેણે છેલ્લા 12 વર્ષમાંથી 9 વર્ષમાં વાર્ષિક 500 કરોડથી વધુની એફડી જમા કરી છે. 2012માં મંદિરની કુલ એફડી 4,820 કરોડ હતી જે 2024માં વધીને 8,467 કરોડ રૂપિયા થઈ છે. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે એફડી સહિતની કુલ જમા રકમ 13,287 કરોડ રૂપિયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter