નૂતન વર્ષે વડા પ્રધાન અને હોમ સેક્રેટરી BAPS મંદિરની મુલાકાતે

Wednesday 17th November 2021 02:30 EST
 
 

નૂતન વર્ષને વધાવી લેતા લંડન ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં પણ રવિવારે ખાસ ઉજવણી થઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પાંચમી વાર મંદિર મુલાકાતે આવ્યા હતા. મંદિરમાં બન્ને મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બન્નેએ મંદિરના ગર્ભગૃહમાં ફળોની ભેટ ચઢાવીને અભિષેક પણ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter