ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના આ મહાનગરમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 13 અને 14 જૂનના રોજ 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ પૂર્વે 5થી 11 જૂન દરમિયાન રાધાકૃષ્ણ મંદિરના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ભાગવતાચાર્ય પ.પૂ. ‘ભાઇશ્રી’ રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. ન્યૂઝીલેન્ડમાં વિશાળ સંખ્યામાં વસતા ગુજરાતી સમુદાયમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.


