ભવન દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

Wednesday 12th August 2026 08:59 EDT
 
 

લંડનઃ ધ ભવન, લંડન દ્વારા શુક્રવાર 7 ઓગસ્ટની સાંજે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંબોધનો, દેશભક્તિના ગીતસંગીત અને નૃત્યો સાથે કરવામાં આવી હતી. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે સાંજનો આરંભ કરાયો હતો, જેના પછી ધ ભવન યુકેના ચેરમેન સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

ચેરમેન સક્સેનાએ ભગવદ્ ગીતાના ઉપદેશોના ઉલ્લેખ સાથે કોમ્યુનિટીઓ એકસંપ થાય તેના મહત્ત્વ અને લોકોને સાથે લાવવામાં ભવન જેવી સંસ્થાઓ દ્વારા ભજવાતી ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાન્ડેનું સ્વાગત કર્યું હતું અને ભવનને સતત સપોર્ટ કરવા બદલ હાઈ કમિશન પ્રત્યે આબારની લાગણી વ્યક્ત કરી હતી.

હેમરસ્મિથ એન્ડ ફૂલહામના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ડેરિલ બ્રાઉને ભવનના 50 વર્ષના ઈતિહાસ તેમજ સ્થાનિક કોમ્યુનિટી અને વ્યાપક ભારતીય ડાયસ્પોરામાં તેના મહત્ત્વપૂર્ણ સ્થાન વિશે જણાવ્યું હતું. સૌપ્રથમ વખત ભવનની મુલાકાત લેનારા હેરોના મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલીએ સંસ્થાના કાર્ય અને પહોંચને બિરદાવ્યા હતા. તેમણે હેરો સ્કૂલ ખાતે ભવનના આગામી પરફોર્મન્સ માટે પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો.

ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાન્ડેએ ચાવીરૂપ સંબોધન કર્યું હતું. તેમણે ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક સંબંધો, ભારતના વિકાસ, યુકે-ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તેમજ બંને દેશો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવામાં ડાયસ્પોરાના મહત્ત્વપૂર્ણ યોગદાન વિશે જણાવ્યું હતું. તેમણે ભારતીય કળા, સંસ્કૃતિ અને મૂલ્યોના જતન અને પ્રસાર કરવા બદલ ધ ભવનની પ્રશંસા કરી તેને ડાયસ્પોરા માટે મહત્ત્વનું કાર્ય કરી રહેલી પ્રેરણાદાયી સંસ્થા ગણાવી હતી.

ધ ભવન યુકેના વાઈસ -ચેર ડો. સુરેખાબહેન મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ધ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને નૃત્ય પરફોર્મન્સીસ અને આખરમાં રાષ્ટ્રગીતના ગાન સાથે ઈવેન્ટની સાંજનું સમાપન કરાયું હતું.

-----------------------------------------

1-- જમણેથી સુભાનુ સક્સેના, કાર્તિક પાન્ડે અને કાઉન્સિલર યોગેશભાઈ તેલી

The Bhavan celebrated India's Independence Day -- R to L - Mr. Subhanu Saxena, Mr. Kartik Pande, Cllr. Yogesh Teli

-----------------------------------------

2-- ડાબેથી-- ડો. એમ.એન. નંદકુમારા MBE,કાર્તિક પાન્ડે, કવિતા રેડ્ડી,ડો. સુરેખાબહેન મહેતા,કાઉન્સિલર યોગેશભાઈ તેલી, કાઉન્સિલર ડેરિલ બ્રાઉન,સુભાનુ સક્સેના, મેયરેસ નીલાબહેન તેલી અને વિનોદભાઈ ઠકરાર

L to R - Dr M. N. Nandakumara MBE, Mr Kartik Pande, Ms Kavita Reddi, Dr Surekha Mehta, Cllr. Yogesh Teli, Cllr. Daryl Brown, Mr. Subhanu Saxena, Mayoress Neela Teli and Mr. Vinod Thakrar.jpg

----------------------------------------

સંબોધન કરી રહેલા ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાન્ડે

The Bhavan celebrated India's Independence Day-- Deputy High Commissioner of India Mr Kartik Pande


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter