મહાવીર વૃદ્ધાશ્રમની દાતાઓને અપીલ

Monday 24th August 2020 07:55 EDT
 

અમદાવાદઃ કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમને કોરોના સંકટના કારણે ખર્ચને પહોંચી વળવામાં ઘણીબધી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
સંસ્થાના પ્રમુખે એક નિવેદનમાં વિદેશવાસી ભાઇઓ-બહેનોને નમ્ર અપીલ કરતાં જણાવ્યું છે કે કોરોના રોગચાળાના આ દિવસોમાં ભંડોળના અભાવે સંસ્થાના સંચાલનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આશ્રમમાં વસતાં મા-બાપ માટે આ કપરા કાળમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે આર્થિક સહાય કરશો તો તે પણ બહુ ઉપયોગી બનશે. કોરોનાની મહામારીના કારણે સંસ્થા પર આશ્રમવાસીઓના દવા-ભોજન સહિતના ખર્ચાનો ભાર બહુ વધી ગયો છે. આવા સંકટ સમયમાં સંસ્થાને દાતાઓના સત્વરે સહયોગની તાતી જરૂર છે. તેમણે યુકેમાં વસતાં ભારતીયોને અનુરોધ કરતાં જણાવ્યું છે કે દાતાઓ વેસ્ટર્ન યુનિયન કે અન્ય માધ્યમથી નાણાકીય સહાય મોકલાવી શકે છે અને મહામૂલું પુણ્ય કમાઇ શકે છે.
આની સાથોસાથ તેમણે સામાજિક સંસ્થાઓ, દાતા સંગઠનો, લિમિટેડ કંપનીઓ, યુવા સંગઠનો સહિત સહુ કોઇને નમ્ર અપીલ કરતાં કહ્યું છે કે ભગવાને આપ્યું હોય તો જરૂરતમંદો માટે સહાયનો હાથ લાંબો કરવાનું કરવાનું ભુલશો નહિ.
વધુ કોઇ માહિતીની જરૂર હોય તો પ્રમુખ શ્રી માધવલાલ પુરોહિતનો (મહાવીર વૃદ્ધાશ્રમ, વિશ્રામગૃહની આગળ, બીલીમોરા (વેસ્ટ)- ૩૯૬૩૨૧, તાલુકો - ગણદેવી,
જિલ્લો - નવસારી) મોબાઇલ નંબર +91 99256 73021 અથવા (ઓફિસ) +91 02634 285121 ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter