વડતાલધામઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ પ્રમાણે પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત 12 ભૂદેવોએ કુલ 37,,50,000 દ્વિદલ તુલસીપત્રો અર્પણ કર્યા હતાં. તુલસીપત્ર સેવાના યજમાન હતા વડતાલ મંદિરના ટ્રસ્ટી સભ્ય તેજસભાઇ બિપીનભાઇ પટેલ (પીપળાવ). તેજસભાઇએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ તુલસીનું ખાસ વાવેતર કર્યું હતું. આ તુલસીપત્ર સેવાયજ્ઞમાં 20 ગામોના 700 સ્વયંસેવક ભાઈબહેનોએ પણ સેવા આપી હોય આ
તમામ સેવકોનો વડતાલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.
વડતાલ મંદિરના પૂજારી હરિસ્વરુપાનંદજી, પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિતના ભૂદેવોનું તુલસીપત્ર પૂર્ણાહૂતી બાદ ભાવપૂજન સાથે બહુમાન કરાયું હતું. ચેરમેન સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારી દેવપ્રકાશ સ્વામી વતી આસી. કોઠારી ગુણસાગરસ્વામીએ તુલસીનો મહિમા સમજાવ્યો હતો. અને ભૂદેવોનું સ્વાગત તથા અભિવાદન કર્યું હતું.