બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
•••
એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - લંડન ખાતે 25થી 27 જુલાઇ દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રીની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં તા. 25ના રોજ (સાંજે 4.30થી 8.00) વચનામૃત પારાયણ, રાજીપા દર્શન અને મહાપ્રસાદ, તા. 26ના રોજ સવારે (8.00થી 12.00) મહા યાગ - સમૂહ મહાપૂજા, અભિષેક ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠા તથા રજત તુલા તથા મહાપ્રસાદ જ્યારે બપોરે (1.00થી રાત્રે 8.00) છાબ યાત્રા, નગર યાત્રા, વચનામૃત પારાયણ, હરી કૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા તથા મહાપ્રસાદ અને તા. 27ના રોજ સવારે (8.00થી 12.30) સ્વામિનારાયણ મહામંત્ર ધૂન, મૂર્તિ પ્રતિષ્ઠા વિદિ, પારાયણ પૂર્ણાહૂતિ અને પ્રતિષ્ઠા સભા તથા મહાપ્રસાદ અને બપોરે (1.00થી રાત્રે 8.00) અન્નકૂટ દર્શન અને સ્વામીશ્રીના દર્શન. છેલ્લા બન્ને કાર્યક્રમ એસએમવીએસ મંદિરે યોજાશે, જ્યારે અન્ય તમામ કાર્યક્રમોનું સ્થળઃ જેએફએસ સ્કૂલ, ધ મોલ, હેરો - HA3 9TE
• જ્ઞાન-ધ્યાન-રાજયોગ મેડિટેશનનો સાપ્તાહિક કાર્યક્રમ ઝૂમના માધ્યમથી ગુજરાતીમાં. તા. 2 ઓગસ્ટ (સાંજે 6.30થી 8.00) ઝૂમ આઇડીઃ 974 1344 1967 - પાસ કોડઃ 815705. વધુ માહિતી માટે સંપર્કઃ સુરેન્દ્રભાઇ - ફોનઃ 020 8471 0083
• આદ્યશક્તિ માતાજી મંદિરે તા. 3 ઓગસ્ટ (બપોરે 3.00) ભજન અને બાદમાં આરતી તથા મહાપ્રસાદ. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોઅલે, અક્સબ્રીજ, મિડલસેક્સ UB8 2D
• ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ સમારોહ પ્રસંગે તા. 23થી 29 ઓગસ્ટ (દરરોજ સાંજે 4.00થી 7.30) આચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથા. મહાપ્રસાદ દરરોજ સાંજે 7.00થી 9.00. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન, લેન્કેશાયર PR1 8JN
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે
યોગ સત્ર.