લંડનઃ બાળયૌનશૌષણ કરનારા ૩૯ વર્ષીય પાકિસ્તાની આદિલ સુલતાનને ૧૭ મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. આદિલે દાવો કર્યો હતો કે ૧૪ વર્ષની છોકરી સાથે સેક્સ માણવું ગુનો હોવાની તેને જાણ ન હતી. તેણે જે બાળા સાથે ઓનલાઈન વાત કરી તેના શરીરની તસવીરો માગી હતી અને સેક્સ માણવા મીટિંગનું આયોજન કર્યું હતું તે વાસ્તવમાં આવા લોકોને પકડતા જૂથની સભ્ય હતી.
આદિલ સુલતાને તે સ્કૂલગર્લ સાથે ઓનલાઈન ટેચિંગ કરતો હોવાનું વિચાર્યું હતું. તેણે પોતાને ૨૫ વર્ષનો જ ગણાવી તે બાળાને પોતાની નગ્ન તસ્વીરો મોકલવા ઉપરાંત સેક્સ માણવા પ્રોત્સાહિત કરી હતી. જોકે, વાસ્તવમાં તે ગાર્ડિયન્સ ઓફ નોર્થ ગ્રૂપ સાથે વાત કરતો હતો. આ ગ્રૂપે તેને આંતરી પોલીસને સોંપી દીધો હતો. તેણે સગીર બાળા ‘લૌરા’ને સેક્સ માટે લલચાવ્યાનો ગુનો કબૂલી લીધો હતો.
આ પછી ન્યૂકેસલ ક્રાઉન કોર્ટના જજ પેની મોરલેન્ડે તેને ૧૭ મહિનાની કેદની સજા ફરમાવી હતી. તેને સેક્સ્યુઅલ હાર્મ પ્રીવેન્શન ઓર્ડર ઉપરાંત, ૧૦ વર્ષ સુધી સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં રખાશે. હવે આદિલના વકીલે દાવો કર્યો છે કે તેને કરાયેલી સજાના કારણે પાકિસ્તાન જશે તો તેનો જીવ જોખમમાં આવી પડશે. આથી, તે યુકેમાં રાજ્યાશ્રયની માગણી કરશે.


