સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

Saturday 05th July 2025 06:18 EDT
 
 

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. આ પ્રસંગે તેમણે લંડનમાં જ વસતાં વર્ષોજૂના મિત્ર અને ભાજપના સાથી વિનુભાઇ સચાણિયા સાથે 30 જૂને શુભેચ્છા મુલાકાત યોજીને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. આ પ્રસંગે દિલીપભાઇ સંઘાણીએ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરીને ક્ષેમકુશળ પૂછ્યછયા હતા. 105 દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 300થી વધુ સંગઠનો ઈન્ટરનેશનલ કોપરેટીવ એલાયન્સના સભ્ય છે. આશરે એક બિલિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતા આ સંગઠનની માંચેસ્ટરમાં કારોબારી મિટીંગ યોજાઇ છે. આઇસીએના કારોબારી સભ્ય એવા દિલીપભાઇ સંઘાણીના નેતૃત્વમાં ભારતની 38 સંસ્થાઓના પ્રતિનિધિ આ બેઠકમાં હાજરી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter