હેરોના મેયર દ્વારા શ્રુતિ ધર્મદાસનું સન્માન

Wednesday 28th November 2018 02:20 EST
 
 

લંડનઃ હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી ખાસ એવોર્ડ એનાયત કર્યો હતો.

શ્રુતિ ધર્મદાસ જે સમય દરમિયાન ભક્તિવેદાંત મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી ત્યારે તેઓ હેરો કાઉન્સિલના બે મેયર માટે ચેપ્લિન હતા અને બરો અને તેની બહારના વિસ્તારોમાં મહત્ત્વના ધાર્મિક વડા હતા. એવોર્ડ મેળવ્યા બાદ શ્રી શ્રુતિ ધર્મદાસે જણાવ્યું હતું, ‘મને સેવા કરવાની તક મળી તેનું મને ગૌરવ છે. આ એવોર્ડ મારા જીવન અને ખુશીનો આધાર છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter