હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું. 12 નવેમ્બરે યોજાયેલી આ ઉજવણીમાં હિન્દુ - જૈન અને શીખ ધર્મના અગ્રણીઓ ઉપરાંત સાંસદો, કાઉન્સિલરો અને જાહેર સંસ્થાના અગ્રણીઓને ખાસ આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) નીતિન પાઉં, હેરોના મેયર અંજના પટેલ, સર લિન્ડસે હોયલ, હિતેષ કારિયા, સાંસદ બોબ બ્લેકમેન અને કાંતિ નાગડા નજરે પડે છે.


