લંડનઃ બ્લેક લાઇવ્સ મેટર અભિયાન સાથે જોડાયેલા તથા બ્લેક ટ્રાન્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા લંડનમાં યોજાએલી રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. સામાજીક અંતર સાથે વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે ચર્ચિલની પ્રતિમાને રક્ષણાર્થે મોટી સંખ્યામાં પોલીસમેને મોરચો સંભાળ્યો હતો.
દેખાવકારોએ હાથમાં બેનરો રાખ્યા હતા, જેમાં જસ્ટીસ ફોર શુકરી, સાયલન્સ ઇઝ વાયોલન્સ જેવા સૂત્રોની સાથે ‘નો જસ્ટીસ, નો પીસ’ સહિતના લખાણ જોવા મળ્યા હતા. કેટલાક દેખાવકાર હાથોમાં પુષ્પ તથા બેનર લઇને આવ્યા હતા.પોલીસ દ્વારા વંશીય ભેદભાવ સાથે હિંસક અથડામણ સંદર્ભે આ બેનરોમાં લખાણ હતું. બ્લેક લાઇવ્સ મેટર દેખાવકારોએ પાર્લામેન્ટ આસપાસ વિશાળ રેલી યોજી એક વર્ષ અગાઉ માન્ચેસ્ટરમાં બરીની નદીમાં ડૂબી ગયેલી ૧૨ વર્ષીય સોમાલી શરણાર્થી શુકરી આબદીની યાદમાં તેને ન્યાયની માંગણી કરી હતી. દેખાવકારોએ શુકરીને ન્યાય આપો સહિતના સૂત્રો લખેલા બેનરો સાથે દેખાવો યોજ્યા હતા. બીજી તરફ, બ્લેક ટ્રાન્સ લાઇવ્સ મેટર દેખાવકારોએ પણ વેલીંગટન આર્ચ ખાતે બપોરે દેખાવ કરીને ડાઉનિંગ સ્ટ્રીટ તરફ રેલી કાઢી હતી.
પૂર્વ વડા પ્રધાન ચર્ચિલની પ્રતિમાની આસપાસ છ મેટ્રોપોલીટન પોલીસ ઓફિસરોએ સુરક્ષા દિવાલ રચી હતી. અગાઉ, દેખાવકારોએ આ પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો