એટન સ્કૂલને ભ્રષ્ટ ગણાવનારા હસન પટેલને £ ૭૬,૦૦૦ની સ્કોલરશિપ

Wednesday 30th January 2019 02:09 EST
 
 

લંડનઃ બર્કશાયરની એટન પબ્લિક સ્કૂલને વિચિત્ર અને ભ્રષ્ટ ગણાવવા છતાં ઈસ્ટ લંડનના લેયટનના ટીનેજર હસન પટેલે તે સ્કૂલની ૭૬,૦૦૦ પાઉન્ડની સ્કોલરશીપ સ્વીકારી હતી. ત્રણ એન્ટ્રન્સ એક્ઝામ અને આઠ ઈન્ટરવ્યુમાં પાસ થયા પછી તેને આ પ્રતિષ્ઠિત બોર્ડિંગ સ્કૂલમાં સ્થાન મળ્યું છે. ગયા સપ્ટેમ્બરમાં હસને ૧૫ વર્ષની વયે લેબર પાર્ટીની કોન્ફરન્સમાં લેયટન અને વાનસ્ટેડનું પ્રતિનિધિત્વ કરતાં પક્ષના સભ્યો સમક્ષ જોશીલું ભાષણ આપ્યું હતું. તેને લીધે તે સૌથી યુવા વક્તા બન્યો હતો.

તેણે ૧૯૭૭માં વિલિયમ હેગે સ્થાપેલો રેકર્ડ તોડ્યો હતો. ટ્વીટ્ એકાઉન્ટ @CorbynistaTeen.પર તેના ૨૦,૦૦૦ ફોલોઅર્સ છે. ગયા ઓગસ્ટમાં તેણે ટ્વીટ કરીને જણાવ્યું હતું,‘એટન જેવી પ્રાઈવેટ સ્કૂલો તેમના વિચિત્ર અને ભ્રષ્ટ ચેરિટેબલ સ્ટેટસને કારણે આગામી પાંચ વર્ષમાં ટેક્સમાં ૫૨૨ મિલિયન પાઉન્ડ બચાવશે. દરમિયાન, મારા જેવા ખેડૂતો સામાન્ય સરકારી સ્કૂલોમાં ભણ્યા હતા. ત્યાં શિક્ષકો ગ્લૂસ્ટીક જેવી પાયાની જરૂરિયાતના સાધનો લાવવામાં પોતાના નાણાં ખર્ચતા હતા.

તે લેયટનમાં બે બેડરૂમના કાઉન્સિલ ફ્લેટમાં પિતા અબ્દુલ ૬૯, માતા આયેશા ૪૯ અને બે ભાઈ યુસુફ ૧૭ અને આદમ ૨૧ સાથે રહે છે. તેના નિવૃત્ત પિતા ભારતમાં ઉછર્યા હતા અને પોતાના પરિવારના સુખી જીવન માટે ૧૯૭૨માં યુકે આવ્યા હતા. હાઉસિંગ બેનિફિટ્સ મેળવતી તેની માતા પણ ભારતની છે અને તે ૧૯૯૦ના દાયકામાં યુકે આવી હતી.

હસને જણાવ્યું હતું કે તે લેયટન કાઉન્સિલ એસ્ટેટમાં રહે છે અને તેને ફ્રી સ્કૂલ મિલ્સ મળે છે. તેના પેરન્ટ્સ વેલ્ફેર પર છે અને તે તેના ભાઈઓ સાથે એક રૂમમાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter