લંડનઃ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઊજવણી કરાઈ હતી. યુકેની ભૂમિ પર સૌપ્રથમ વખત દુર્લભ આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. સાંસદ બોબ બ્લેકમેન આ કાર્યક્રમના યજમાન હતા. યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરની સાથોસાથ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું મહત્ત્વ દર્શાવતું મોરનૃત્ય રજૂ કરાયું હતું.
રિસર્ચ એન્ડ ફોરકાસ્ટિંગ-વિઝિટ બ્રિટનના વડા રિચાર્ડ નિકોલસ, ઈન્ડિયા ટુરિઝમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગંગાધર ચિલ્કા, લંડનની યુનિવર્સિટી ઓફ સંડરલેન્ડમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી કાર્યક્રમોના પ્રોગ્રામ હેડ ડો. ડિરિસા મુલિન્ડ્વા મહારાષ્ટ્ર મંડળ લંડનના ડો. ગોવિંદ કાનેગાંવકર અને ડો. અનિલ નેને તેમજ દિવાલી ઈન લંડન ૨૦૧૭ના ચેરપર્સન રવિ ભનોટે સાંસ્કૃતિક પ્રવાસનના વિવિધ પાસાઓ વિશે રસપ્રદ પ્રવચનો આપ્યા હતા.
આ પ્રસંગે સુવરચાલા માડિરેડ્ડી, ચિનુ કિશોર, રશ્મિ લખપતે, રજનીકાંત તડીનાડા, કાર્તિકા કાને, આહના ઘોષ સિક્કા, પ્રીતિદિપા બરુઆ, રાગસુધા વિન્જામુરી, પ્રાજુ ગુરુંગ, સ્વાતિ સેન્થિલ, અંજાલે જ્ઞાનસંપન્થન અને શ્વેતા સેન્થિલે વૈવિધ્યપૂર્ણ નૃત્યોનું પરફોર્મન્સ આપ્યું હતું.
તસવીર સૌજન્યઃ સ્નેપસ્મિથ સી.કે.નાયડુ