એક વાર ટ્રમ્પ રેસ્ટોરાંમાં જમવા ગયા. એમણે વેઇટરને બોલાવીને એક આઇટમનો ઓર્ડર આપ્યો. વેઇટર કહે, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, આ આઈટમ બહુ મોંઘી છો, હોં! અમારા ગ્રાહકોને તે જરાય પોસાતી નથી.’
ટ્રમ્પ કહે, ‘એમ? તો એના પર 25 ટકા ટેરિફ લગાડી દો!’
•••
પિતા: બેટા તું નાપાસ કઇ રીતે થયો?
પુત્ર: પપ્પા પેપરમાં સવાલો જ ખરાબ પૂછાયા એટલે.
પિતાઃ તો તેં જવાબ કઇ રીતે લખ્યા હતા?
પુત્ર: મેં જવાબ પણ ખરાબ જ લખ્યા હતા.
•••
રાજ: મીના, ક્યાં છે તું?
મીના: હોટલમાં જમું છું. તમે ક્યાં છો?
રાજઃ તું જે લંગરની લાઇનમાં છે. એમાં તારાથી પાછળ.
•••
ચંગુ ઊભો-ઊભો ચાવી વડે પોતાનો કાન ખંજવાળતો હતો.
મંગુએ તેની પાસે જઇને કહ્યું: ભાઇ તું સ્ટાર્ટ ન થઇ શકતો હોય તો તને ધક્કો મારી દઉ?
•••
પતિ અને પત્ની વચ્ચે કડવા ચોથના દિવસે ખૂબ જ ઝઘડો થયો. પત્નીના મ્હેણા-ટોણાથી કંટાળીને પતિએ કહ્યુંઃ ચૂપ થઇ જા હવે... મગજ ખાવાથી પણ ઉપવાસ તૂટી ગયેલો મનાય છે!
•••
ચંગુ: ભાભી, જુઓ પેલી છોકરી ક્યારની ભાઇને તાકી-તાકીને જોઇ રહી છે... કંઇ કહો
ભાભી: હા હું પણ જોઉ છું કે તમારા ભાઇ ક્યાં સુધી પોતાની ફાંદને અંદર ખેંચીને રાખી શકે છે!
•••
રજનીકાંતની ગુજરાતી ફિલ્મ જોઇને જેમ્સ બોન્ડને એટેક આવી ગયો. થયું એમ કે ફિલ્મમાં વિલને રજનીને ગોળી તો મારી પણ રજનીકાંતે તે ગોળી હવામાં જ પકડી લઇ તેને પોતાની બંદૂકમાં નાખીને વિલનને ઠાર મારી દીધો!
•••
ઉપદેશક: જો ગધેડાને દારૂ અને પાણી અપાય તો તે શું પીશે?
દારૂડિયો: સ્પષ્ટ છે એ પાણી પીશે
ઉપદેશક: એમ કેમ?
દારૂડિયો: કારણ કે એ ગધેડો છે!
•••
પંજાબી પરિવારના લગ્ન હતા. ડીજેએ પરિવારના મોભીને સવાલ કર્યો: ડીજે ક્યારે વગાડવાનું છે?
મહેમાનો 8-10 પેગ પી લે ત્યાં સુધી વગાડો પછી તો આ લોકો જનરેટરના અવાજમાં પણ નાચી લેશે!
•••
એક દારૂડિયો ચક્ષુદાનનું ફોર્મ ભરવા ગયો. કાઉન્ટર ક્લાર્કે તેને પૂછયું: તમે ચક્ષુદાન વિશે કંઇ કહેવા માગો છો?
દારૂડિયો: હા જેને પણ લગાવો એને કહેજો દે સવારે બે પેગ માર્યા પછી જ મારી આ આંખો ઉઘડે છે!
•••