જોક્સ

હાસ્ય - જોક્સ

Saturday 18th December 2021 05:09 EST
 
 

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.
ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?
જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.
ભૂરોઃ એમ? શું કહેતા હતા?
જિગોઃ કહેતા હતા કે, લોકો હાલમાં જે રીતે મોબાઈલનો ઉપયોગ કરે છે તેને પગલે આગામી ૧૦૦ વર્ષ પછી જન્મ લેનારા મનુષ્યોમાં જીભ નહીં હોય અને બંને હાથના અંગૂઠા પેન્સિલ જેવા હશે.
•••
જિગોઃ આજે ઘરમાં બેઠા બેઠા મેં એકદમ નવી શોધ કરી.
ભૂરોઃ શું શોધ્યું?
જિગોઃ આપણી હથેળીમાં વચ્ચોવચ બચકું ન ભરી શકાય.
•••
લીલીઃ આ લો ૨,૦૦૦ રૂપિયા.
ભૂરોઃ કેમ આજે આટલી ખુશ થઈ ગઈ?
લીલીઃ ખુશ નથી થઈ, તમે આ પૈસાથી દારૂ લઈને આવો.
ભૂરોઃ અરે, અત્યાર મારે ઉપવાસ ચાલે છે, તેમાં દારૂ ક્યાંથી પીવાય?
લીલીઃ દરરોજ દારૂની ગંધની આદત પડી ગઈ છે, હવે આ ગંધ વગર ઊંઘ નથી આવતી.
•••
ભૂરોઃ હેલ્લો... આજે સાંજે ઓફિસનું કામ કર્યા પછી શું કરે છે?
લીલીઃ કંઈ ખાસ નહીં... કંઈ પ્લાન છે?
ભૂરોઃ હા, સાહેબે આ ફાઈલ આપી છે. વાંચીને રિપોર્ટ બનાવી દેજે.
•••
વિદ્યાર્થીઃ (ટીચરને) તમે મને ગઈકાલે કોલ કર્યો હતો?
ટીચરઃ નહીં તો?
વિદ્યાર્થીઃ કમાલ છે, મારા ફોનના સ્ક્રીન પર લખ્યું હતું કે મિસ કોલ.
•••
છગન (મગનને): વિશ્વની સૌથી ખતરનાક નદી કઈ છે?
મગનઃ ભાવના.
છગનઃ એ કેવી રીતે?
મગનઃ ભાવનામાં બધા વહી જાય છે.
છગનઃ હેં!?
•••
શિક્ષકઃ કેપ ઓફગુડ હોપની શોધ કોણે કરી?
ભૂરોઃ વાસદેવામામાએ...
શિક્ષકઃ અરે એનું નામ વાસ્કો ડી ગામા છે...
ભૂરોઃ સાહેબ હમણાં થોડા દિવસ પહેલાં અમે એનું નામ બદલીને વાસુદેવમામા રાખ્યું છે જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter