જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 22nd December 2021 06:11 EST
 
 

ચંપાઃ કેટલું કમાવ છો?
ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.
ચંપાઃ એટલે?
ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી તીનપત્તી રમ્યો નથી.
•••
ભિખારીઃ સાહેબ એક રૂપિયો આપો ને.
ભૂરોઃ અલ્યા રોજ તને એક રૂપિયો માંગતા શરમ નથી આવતી.
ભિખારીઃ તો મહિનાનો રોજ બાંધી દો. તમે કહેશો એ તારીખે આવી ૩૦ રૂપિયા સામટા લઈ જશે. મારે રોજ ધક્કો ખાવો નહીં પડે.
•••
છગન (મગનને): તારા કૂતરાએ મારું પુસ્તક ફાડી નાખ્યું.
મગનઃ ઊભો રે... હમણાં જ એને સજા આપું છું.
છગનઃ રહેવા દે. મેં આપી દીધી છે.
મગનઃ તે શું કર્યું?
છગનઃ હું એના કટોરાનું દૂધ પી ગયો.
મગનઃ હેં!?
•••
ચંપાઃ હવે દર મહિને ઘર ખર્ચની રકમમાં ૫૦ ટકા જેટલી બચત કરવાની છે
જિગોઃ વાહ, એટલે તું તારા માટે વારંવાર કપડાં નહીં ખરીદે.
ચંપાઃ ના, હું હવે જ્યાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર હશે ત્યાંથી ખરીદી કરીશ.
•••
લીલીઃ ચાલો ઝડપથી ગરમાગરમ ડિનર ખાઈ લો.
ભૂરોઃ અરે આ તો બપોરના ભોજનનો ટાઇમ છે, બપોરે ખાઈએ તેને લંચ કહેવાય, ડિનર તો રાત્રે હોય.
લીલીઃ આ ગઈકાલ રાત્રે આ ડિનર જ હતું પણ તમે હોટલમાં જમીને આવ્યા હતા તેથી અત્યારે લંચમાં આપી રહી છું.
•••
ચંપાઃ અહીંના કરેલા અહીં જ ભોગવવાના છે એટલે શું?
જિગોઃ તું મને પરેશાન કરે અને પછી કામવાળી રજા પાડીને તને હેરાન કરે એ.
•••
શિક્ષકઃ ભૂરા એક એવા સ્થાનનું નામ આપ કે જ્યાં ઘણા બધા લોકો હોય તેમ છતાં તમે સંપૂર્ણ એકલા હોવાનો અહેસાસ કરો.
ભૂરોઃ સર, પરીક્ષાખંડ.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter