જોક્સ

Thursday 03rd November 2016 07:48 EDT
 

પોલીસ ઇન્સ્પેક્ટર (હવાલદારને)ઃ ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મિનિસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી?
હવાલદારઃ કારણ કે બહાર બોર્ડ મારેલું હતું - ‘પરવાનગી વિના અંદર આવવું નહીં.’

પ્રથમ સૈનિકઃ તું કેમ આર્મીમાં જોડાયો?
બીજો સૈનિકઃ મારે પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે. પણ તારું શું?
પ્રથમ સૈનિકઃ મારે પત્ની છે, પણ મને શાંતિ
ગમે છે.

એક દિવસ એક ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યોઃ ‘હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને!’
હાથી હસવા લાગ્યોઃ ‘કેમ પહેરવો છે?’
ઉંદર કહેઃ ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ બાંધવો છે!

પુત્રીઃ મા, હું રમેશ સાથે કદી લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.
માઃ તું ફિકર ન કર દીકરી. લગ્ન પછી એ આપોઆપ માનતો થઈ જશે.

એક કેદી બીજાનેઃ તને કેટલાં વર્ષની સજા થઈ છે?
બીજો કેદીઃ અઢાર વર્ષની... અને તને?
પહેલો કેદીઃ મને પંદર વર્ષની...
બીજો કેદીઃ તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.

એક વાર છગને તેના મિત્ર મગનને ઘરે જમવાનું આમંત્રણ આપી દીધું અને તે પણ સાંજે સાત વાગ્યાનું અને પાછું પત્નીને જણાવ્યા વગર.
મગનને જોતાં જ છગનની પત્ની બરાડીઃ મારા વાળની હાલત તો જુઓ, મેં મેક-અપ પણ નથી કર્યો. ઘરની હાલત તો જુઓ. હજી તો હું નાઈટ ડ્રેસમાં જ ફરું છું. આજ રાતનું જમવાનું હું નથી બનાવવાની. શું વિચારીને આમ ભાઈબંધને ઘરે તેડી આવ્યા?
છગનઃ જાનુ, આ તો મગન લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો, એટલે હું એને ડેમો આપવા લઈ આવ્યો છું આપણા ઘરે.

પપ્પુ પોલીસ સ્ટેશન ગયો.
પોલીસઃ શું પ્રોબ્લેમ છે તમને?
પપ્પુઃ જી, મારી ગર્લફ્રેન્ડ નથી મળતી.
પોલીસઃ ક્યારથી નથી મળતી?
પપ્પુઃ જી. સાહેબ નાનપણથી.

પોલીસે મગનને કહ્યું જ્યારે તમારું ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયું તો તમે ફરિયાદ કેમ ન નોંધાવી?
મગનઃ ચોર મારી પત્ની કરતાં ઓછો ખર્ચો કરતો હતો.
પોલીસઃ તો આજે શું કામ રિપોર્ટ લખાવવા આવી ગયા?
મગનઃ મને એવું લાગે છે કે ચોરની વાઈફે એ કાર્ડ વાપરવાનું શરૂ કરી દીધું છે.

પત્નીઃ દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જેમ કે હું તમારી પાછળ છું.
પતિઃ જ્યારે એક સ્ત્રીથી આટલી સફળતા મળી છે તો વિચારું છું કે બીજી એક-બે રાખી લઉં.

એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જોઈએ. એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જોઈએ. પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક સ્ત્રી જ બસ છે. આવો આજે આપણે એનો આભાર માનીએઃ થેન્ક યુ કામવાળી!

છોકરોઃ વહાલી, તારા માટે મારા હૃદયનાં દ્વાર ખુલ્લાં છે.
છોકરીઃ સેન્ડલ કાઢું કે...?
છોકરોઃ કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter