જોક્સ

હાસ્ય

Wednesday 23rd August 2023 08:44 EDT
 
 

ભૂરોઃ શું કરે છે જિગા?
જિગોઃ કસ્ટમર કેરમાં ફોન કરું છું.
ભૂરોઃ કેમ મોબાઈલમાં લોચા છે?
જિગોઃ ના યાર, સવાર સવારમાં મારી પત્નીએ ખખડાવી નાંખ્યો. સેલ્ફ રિસ્પેક્ટ પાછો આવે એટલે કસ્ટમર કેરમાં ફોન કરું છું. એ લોકો માન બહુ આપે છે.
•••
ચંપાઃ મહિને કેટલું કમાવ છો?
ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો આ મહિને હજી આંકડો મળ્યો નથી.
ચંપાઃ શું વાત કરો છો? આટલા બધા?!
ભૂરોઃ હા, બે દિવસ પહેલા રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી તીનપત્તી રમ્યો નથી.
•••
ભિખારીઃ સાહેબ એક રૂપિયો આપોને.
ભૂરોઃ અલ્યા રોજ તને એક રૂપિયો માંગતા શરમ નથી આવતી.
ભિખારીઃ તો મહિનાનો રોજ બાંધી દો. તમે કહેશો એ તારીખે આવી 30 રૂપિયા સામટા લઈ જઈશ. મારે રોજ ધક્કો ખાવો નહીં પડે.
•••
ગઇ કાલે સાંજે એક મહિલાને મેં ઠંડીથી ઠુંઠવાતી જોઇ, મેં તરત જ તેને ઓઢવા માટે ધાબળો આપ્યો, પણ મહિલાએ અકળાઈ જતાં કહ્યું, ‘ગરીબ નથી, મેરેજ રિસેપ્શનમાં જઉં છું.’
•••
એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ધાબા પર ઊભો હતો, ત્યારે જ પડોશમાં રહેતા કાકાએ સવાલ કર્યોઃ શું બેટા, આગળ શું વિચાર્યું છે?
છોકરો: કંઇ નહીં કાકા, ટાંકી ભરાઇ જાય એટલે મોટર બંધ કરીને નીચે ઉતરી જઇશ.
•••
શ્રીમંત વ્યક્તિ : મારી પાસે પૈસા છે. ગાડી છે, બંગલો છે. તારી પાસે શું છે?
ગરીબ વ્યક્તિ : મારી પાસે દીકરો છે, જેની ગર્લફ્રેન્ડ તમારી એકની એક પુત્રી છે.
•••
જિગોઃ તને ખબર છે લોકોને હમણાં રોગ લાગ્યો છે?
ભૂરોઃ પેલો કોરોના...
જિગોઃ ના... લ્યા...
ભૂરોઃ તો કયા રોગ?
જિગોઃ ટિકટોકવાળા પોતાને બોલિવૂડ સ્ટાર અને પબજીવાળા પોતાને ફાઈટર સમજે છે..
•••
છગન (લીલીને)ઃ તારી સાથે લગ્ન કરીને મને એક મોટો ફાયદો થયો
લીલીઃ શું?
છગનઃ મારા તમામ ગુનાઓની સજા મને આ જન્મમાં જ મળી ગયાનું ફિલ થાય છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter