જોક્સ

Wednesday 27th September 2023 06:13 EDT
 
 

પત્ની પિયરમાંથી પાછી ફરતાં પતિ ઘરનો દરવાજો ખોલ્યા બાદ જોરજોરથી હસવા લાગ્યો.
પત્નીઃ આમ હસો છો કેમ?
પતિઃ આજે જ ગુરુજીએ કહ્યું હતું મુસીબત ગમેતેટલી મોટી કેમ ના હોય, પણ હંમેશા હસીને તેનો સામનો કરો.
•••
રેલવે પ્લેટફોર્મ પર ટીટીએ સોનુને પકડીને કહ્યુંઃ ટિકિટ બતાવ.
સોનુઃ હું ટ્રેનમાં આવ્યો જ નથી.
ટીટીઃ શું પુરાવો છે?
સોનુઃ એ જ કે મારી પાસે ટિકિટ નથી.
•••
બેંક મેનેજરઃ આ વળી કેવી સહી છે?
મોનુઃ આ મારા દાદીની સહી છે.
બેંક મેનેજરઃ આવી વિચિત્ર સહી? નામ શું છે એમનું?
મોનુઃ જલેબીબાઇ.
•••
સોનુ: કાલે મેં રોકેટ છોડ્યું તો સીધું સૂર્ય સાથે ટકરાયું.
મોનુ શું વાત કરે છે? પછી શું થયું?
સોનુઃ પછી શું? મને માર પડ્યો.
મોનુ: કોણે માર્યો?
સોનુઃ સૂર્યની મમ્મીએ.
•••
એક યુવક સહપરિવાર છોકરી જોવા ગયો.
તેમની સમક્ષ છોકરીના ગુણોના વખાણ થઈ રહ્યા હતા. છોકરીવાળાએ કહ્યું; અમારી દીકરીનો અવાજ કોયલ જેવો છે, ચાલ તો હરણી જેવી છે અને સ્વભાવે ગાય જેવી છે.
યુવક બોલ્યો: તેનામાં માણસના કોઈ ગુણ છે કે નહીં એ કહો.
•••
સવાર સવારમાં પત્ની ઊંઘમાથી ઊઠતાવેંત બોલી, સાંભળો છો?
પતિ: બોલ શું થયું?
પત્ની: મને સપનું આવ્યું કે તમે મારા માટે હીરાનો હાર લાવ્યા છો.
પતિ: તો જલ્દી જલ્દી પાછી સૂઈ જા અને હાર પહેરી લે.
•••
પત્નીઃ સાંભળો, તમારા બર્થડે માટે મેં બહુ સરસ કપડાં લઈ લીધા છે.
પતિ: વાહ. લવ યુ, બતાવ તો.
પત્ની: હા, હમણાં પહેરીને આવું છું.
•••
પત્ની: અરે જરા મારો મોબાઇલ ચાર્જિંગમાં મૂકી દો ને.
પતિ: રાત્રે ચાર્જિંગમાં ના મૂકીશ, મોબાઇલ બ્લાસ્ટ પણ થઈ શકે છે.
પત્ની: તમે ટેન્શન ના લો. મેં મોબાઇલની બેટરી પહેલેથી કાઢી લીધી છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter