જોક્સ

હાસ્ય

Wednesday 13th March 2024 06:35 EDT
 
 

પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો.
પતિને પરસેવો છુટી ગયો.
પત્ની: આ છગન હલવાઇ કોણ છે?
પતિ: એ મારો મિત્ર છે
પત્ની: તો એ કેમ પૂછે છે કે જમ્યા કે નહીં!
•••
પિન્કી: આટલા સમય બાદ મળ્યા છતાં પણ તું નથી બદલાયો.
ચંગુ: કેમ, એવું તો શું થયું?
પિન્કીઃ તું પહેલાં પણ બેરોજગાર હતો અને આજે પણ બેરોજગાર જ છે.
•••
શિક્ષક: બોલો તાજમહાલ કોણે બનાવ્યો હતો?
વિદ્યાર્થી: જી મેમ, મજુરોએ.
શિક્ષક: અરે, કોણે બનાવડાવ્યો હતો?
બીજો વિદ્યાર્થી: બેન કોન્ટ્રાક્ટરે.
•••
જજ: મકાનમાલિક ઘરમાં હતો તો પણ તે ચોરી કઈ રીતે કરી?
ચોર: જજ સાહેબ તમારી આટલી સારી નોકરી છે તો આ બધું શીખીને તમે શું કરશો?
•••
ચંગુઃ શું તું ચાઈનીઝ ભાષા વાંચી શકે છે?
મંગુ: હા, કેમ નહીં.
ચંગુ: કઇ રીતે?
મંગુ: જો તે હિન્દી કે અંગ્રેજીમાં લખાયેલી હોય તો.
•••
પત્ની: આપણા લગ્ન થયા ત્યારે હું જે પણ રાંધતી તે તમે ઓછું ખાતા અને મને વધારે ખવડાવતા હતા, હવે એવું કેમ નથી કરતા?
પતિ: ત્યારે તું બરાબર નહોતી રાંધતી પણ, હવે તને આવડી ગયું છે
•••
ચંગુ: ભાઈ, મને આટલું સારું ભોજન કરાવવા બદલ તારો આભાર
મંગુ: અરે દોસ્ત, એ તો મારી ફરજ હતી
ચંગુ: પણ આ તારો કૂતરો મને જોઈને કેમ ભસે છે?
મંગુ: અરે એ તો તને એની પ્લેટમાં જમવાનું આપ્યું હતું એટલે!
•••
ગણિતના વર્ગમાં શિક્ષક: બાળકો 1,000 કિલો એટલે એક ટન થાય તો 3,000 કિલાએ કેટલા ટન થાય?
વિદ્યાર્થીઓ: ટન ટન ટન.
•••
મનિયો: લગ્ન એ વીજળીના વાયર જેવા હોય છે.
છગન: એમ? કઇ રીતે?
મનિયો: સાચા છેડા જોડાય તો આખું જીવન પ્રકાશ અને ખોટા જોડાય તો રોજેરોજ શોર્ટસરકીટના આંચકા લાગે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter