જોક્સ

હાસ્ય

Saturday 28th August 2021 07:02 EDT
 
 

જિગોઃ ઇમ્યૂનિટી બૂસ્ટરથી કંઈ ફરક પડ્યો
ભૂરોઃ હા હવે અમારા બંનેની ઇમ્યૂનિટી વધી ગઈ છે.
જિગોઃ શું ફરક લાગ્યો?
ભૂરોઃ પહેલા બે કલાકમાં અમારા ઝઘડા પૂરા થઈ જતાં હવે પાંચ પાંચ કલાક ચાલે છે.
•••
ચંપાઃ કહું છું સાંભળો છો આપણા પાડોશી ભૂરાભાઈ એમની પત્ની લીલીને કેટલો પ્રેમ કેર છે ખબર છે?
જિગોઃ ના.
ચંપાઃ લીલીબહેનના જન્મદિવસે તેમને ફૂલોના ઢગલા પર બેસાડીને ફૂલપાંદડીઓ વરસાવે છે, બોલો...
જિગોઃ ગાંડી, કંઈ જાણ્યા વગર વાદ ના લેવાય, પસ્તાવાનો વારો આવો... તને ખબર છે ને..? ભૂરાભાઈને ફૂલનો ધંધો છે.. અને આપણે મરચાંનો... ને એય પાછા લાલ...
•••
ભૂરોઃ તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.
લીલીઃ તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને?’
ભૂરોઃ હા, પણ નકલી મોટરકાર મળી નહીં.
•••
ચંપાઃ આ શું ક્યારના ઊંધુ માથું નાખીને બેઠા છો?
જિગોઃ બેઠો નથી વાંચી રહ્યો છું।
ચંપાઃ બે કલાકથી આપણા મેરેજ સર્ટિફિકેટમાં શું વાંચી રહ્યા છો?
જિગોઃ હું તેમાં એક્સપાયરી ડેટ શોધી રહ્યો છું.
•••
લીલીઃ તમને ખબર છે સ્વર્ગમાં પતિ અને પત્નીને સાથે નથી રહેવા દેતા
ભૂરોઃ એટલે તો તેને સ્વર્ગ કહેવાય છે.
•••
પત્ની લીલીએ પતિ ભૂરાને અચાનક જોરથી લાફો મારી દીધો...
ભૂરોઃ કેમ માર્યું?
લીલીઃ ગાલ ઉપર મચ્છર હતો. મારા હોવા છતાં કોઈ બીજું તમારું લોહી પીવે તે મારાથી બિલકુલ સહન નહીં થાય!
•••
જિગોઃ (ફોન પર) તું બહુ સુંદર છે
ચંપાઃ થેંક્સ
ચંપાઃ થેન્ક્યૂ સો મચ, બીજું બોલો શું કહી રહ્યા છો?
જિગોઃ નવરો બેઠો હતો, વિચાર્યુ મજાક કરી લઉં.
•••
ભૂરોઃ તને ખબર છે. સદા-બહાર લોકો હંમેશાં સુખી જ હોય છે.
જિગોઃ એ કેવી રીતે?
ભૂરોઃ કારણ કે, તેઓ હંમેશાં ઘરથી બહાર જ હોય છે. ઘરમાં રહે તો માથાકૂટ થાય ને!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter