પત્ની: સાંભળો, તમારા જન્મદિવસ માટે એટલા સરસ કપડાં લીધા છે કે તમે ખુશ થઈ જશો.
પતિ: અરે વાહ, બતાવ તો..!
પત્નીઃ હા, ઊભા રહો. હમણાં જ પહેરીને આવું છું...
•••
ગ્રાહકે હોટેલમાં સૂપ મગાવ્યો. સૂપમાં માખી પડી હતી.
ગ્રાહકે ગુસ્સે થઈને વેઈટરને બોલાવ્યો: આ મારા સૂપમાં માખી કેમ છે?
વેઈટરઃ અરે સાહેબ, જીવ મોટો રાખો. માખી આખરે કેટલો સૂપ પીશે!
•••
વિશ્વામિત્રી નદીમાં સેંકડો મગરોના વસવાટ માટે જાણીતા વડોદરાનો છોકરો રાજકોટ છોકરી જોવા ગયો. છોકરાએ છોકરીને પ્રશ્નોતરી કરી. છોકરીએ યોગ્ય જવાબ આપ્યા. આ પછી છોકરાએ છોકરીને કહ્યું: તમારા મનમાં કોઈ સવાલ હોય તો પૂછી શકો છો.
છોકરીએ શરમાતા શરમાતા પૂછ્યછયુંઃ તમને મગર પકડતાં તો આવડે છે ને?
•••
ભૂરોઃ સરખું સંભળાય તેવું કાનનું મશીન બતાવો.
દુકાનદાર: કેટલા વાળું દેખાડું? 20 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીના છે.
ભૂરો: 20 રૂપિયાવાળું બતાવો.
દુકાનદારઃ આ લો. ઇયરપ્લગ ભરાવીને વાયરનો છેડો ખિસ્સામાં રાખી દો.
ભૂરો: પણ આ કામ કઇ રીતે કરે છે?
દુકાનદાર: આ કંઈ કામ નથી કરતું, પણ આને કાનમાં લાગેલું જોઈને સામેવાળી વ્યક્તિ મોટે મોટેથી બોલશે ને તમને સાંભળવાની તકલીફ નહીં પડે! આ જ સૌથી વધારે વેચાય છે!
•••
પત્નીની આંગળી પર લોહી જોઈને પતિએ તરત આંગળી પરનું લોહી ચૂસી ફૂંક મારી આપી.
પત્ની પ્રેમાળ અવાજે બોલી: અરે, આ શું કરો છો? મેં તો ફક્ત ગાદલા પરથી માંકડ માર્યો હતો!
•••
પતિ: હું તારા પર ખિજાઉં ત્યારે તું ગુસ્સો કોના પર કાઢે છે?
પત્ની: ટુથબ્રશ વડે ટોઇલેટ સાફ કરીને..
પતિઃ તું તો સાવ ગાંડી જ છે.
પત્ની: હું તમારા ટુથબ્રશ વડે ટોઇલેટ સાફ
કરું છું!
•••
પત્ની: સાંભળો છો?
પતિ: હા બોલ, શું થયું?
પત્ની: મને ડોક્ટરે એક મહિનો આરામ કરવા કહ્યું છે અને એ પણ લંડન કે પેરિસમાં, આપણે ક્યાં જઈશું?
પતિ: ક્યાંય નહીં, બીજા ડોક્ટર પાસે!
•••
મોન્ટુની પત્ની રિસાઈને તેના પિયર જતી રહી. મોન્ટુએ સાસરીમાં ફોન કર્યો. સામેથી સાસુ બોલ્યા: જમાઈરાજ, તમને કેટલીવાર કીધું કે એ હવે તમારા ઘરે નહીં આવે અને તમારા ફોન પણ નહીં ઉઠાવે તો વારંવાર ફોન શું કામ કરો છો?
મોન્ટુઃ કંઈ નહીં, બસ આ બધું સાંભળીને સારું લાગે છે.
•••