સ્ત્રીઓને શ્રાપ મળ્યો છે કે એને બારેય મહિના શરીરમાં ક્યાંકને ક્યાં દુખાવો રહેશે.
પણ પછી માતાજીને દયા આવી. તેથી વરદાન આપ્યું, ‘આસો મહિનામાં નવ દિવસ તમને દુખાવામાં રાહત રહેશે, બસ?’
•••
એકવાર ચોર ચોરી કરવા ગયો. તિજોરીની બહાર લખ્યું હતુંઃ
‘તોડવાની જરૂર નથી. બાજુમાં જે લાલ બટન દેખાય છે તે દબાવો. તિજોરી ખુલી જશે.’
ચોરે લાલ બટન દબાવ્યું. બીજી જ મિનિટે દરવાજો ખૂલી ગયો - તિજોરીનો નહીં, પણ મેઈન ગેટનો... ને ચોથી મિનિટે તો ધડ્ ધડ્ ધડ્ કરતાં ચાર પોલીસ અંદર ધસી આવ્યા. પોલીસ કહેઃ ‘બોલ, તારે તારા બચાવમાં કંઈ કહેવું છે?’
ચોર કહેઃ ‘સાહેબ, એક જ વાત કહેવી છે. આજે માણસાઇ પરથી ભરોસો ઉઠી ગયો...’
•••
જ્યોતિષીઃ બહેન, તમારો દીકરો ખૂબ જ ભણશે.
મહિલાઃ મહારાજ મારો દીકરો ભણે છે તો ખૂબ જ છે, મારે તો એ જાણવું છે કે તે પાસ ક્યારે થશે...’
•••
પિતા: દીકરા, જરાક તારો મોબાઈલ આપ તો!’
દીકરોઃ એક મિનિટ, પપ્પા...
ને ફટાફટ ફોટો-વીડિયો ડિલીટ.
એપ્સ ડિલીટ.
મેસેજીસ પણ ડિલીટ.
મોબાઈલની સાફસફાઈ કરીને દીકરાએ કહ્યું, ‘લો પપ્પા...’
પપ્પા કહે, ‘ના ના કંઈ નહીં, ખાલી કેટલા વાગ્યા એ બોલને!’
•••
એક મહિલા એક્ટિવા પર જઈ રહી હતી. એણે સિગ્નલ તોડયું. તરત ટ્રાફિક પોલીસે એને સાઈડમાં ઊભા રાખી.
મહિલા કહે, ‘ભાઈ, મને જવા દે. હું ટીચર છું. સ્કૂલે જવાનું મોડું થાય છે.’
ટ્રાફિક પોલીસ રંગમાં આવી ગયો. કહે, ‘યે હુઈ ના બાત. હું વર્ષોથી આ જ ઘડીની રાહ જોતો હતો. ચાલો, તમારો ચોપડો ખોલો અને એમાં પચાસ વખત સારા અક્ષરે લખો - ‘હવે પછી હું ક્યારેય હું ટ્રાફિક સિગ્નલ તોડવાની ભૂલ નહીં કરું.... હવે પછી હું ક્યારેય ટ્રાફિક સિગ્નલ તોડવાની...’
•••
મહિલા (દુકાનદારને)ઃ ભાઇ, સરખો ભાવ રાખો, હંમેશા તમારી દુકાનેથી સામાન ખરીદીએ છીએ.
દુકાનદારઃ બહેન, જરાક તો ભગવાનથી ડરો! આજે દુકાનનો પહેલો દિવસ છે.
•••
છોકરો: મારે લગ્ન નથી કરવા. મને મહિલાઓથી બીક લાગે છે.
પિતાઃ કરી લે બેટા. પછી ફક્ત એકથી જ બીક લાગશે. બાકી સારી લાગશે!
•••
પોલીસઃ તમારી પાસે બાઇકના બધા કાગળો છે, લાઇસન્સ છે, તેમ છતાં તમારે દંડ તો ભરવો જ પડશે.
મનુઃ બધું હોવા છતાં... પણ કેમ?!
પોલીસઃ તમે આ કાગળ કોથળીમાં રાખ્યા છે અને કોથળી પર પ્રતિબંધ છે!