જોક્સ

Wednesday 15th October 2025 04:29 EDT
 
 

પત્નીઃ સાંભળો ને! ખીચડી બનાવું કે પુલાવ?
પતિ : એક કામ કર, તું પહેલા બનાવી લે. નામ આપણે પછી રાખીશું.
•••
સાસુની કેટલી બધી ડિમાન્ડ હોય છે.
છોકરી રૂપાળી હોવી જોઈએ... ભણેલી ગણેલી હોવી જોઈએ... કમાતી હોવી જોઇએ... ઘરકામ આવડતું હોવું જોઈએ... પરિવારમાં હળીભળીને રહેવી જોઈએ...
જ્યારે વહુની એક જ ડિમાન્ડ હોય છે - સાસુ હોવી જ ન જોઈએ.
•••
પત્નીઃ ઊઠો, હવે નવ વાગ્યા.
પતિ: આંખ જ નથી ખુલતી. એવું કંઈક સંભળાવ કે ઊંઘ ઊડી જાય.
પત્નીઃ તમે રાતે બે વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર જે જૂલી સાથે વાત કરતા હતા એ મારું જ ફેક આઈડી છે!
•••
ગઈકાલે મારા ગણિતના શિક્ષિકા મળ્યાં. હું તેમને પગે પડી, ખબરઅંતર પૂછ્યછયા અને તેમનો મોબાઈલ નંબર માગ્યો.
તેમણે કહ્યું લખ...
‘નવ અબજ, ચોરાસી કરોડ, બ્યાસી લાખ, સત્તાવીસ હજાર, પાંચસો પિસ્તાલીસ.' હું ફરી તેમને પગે પડી અને ચાલતી થઈ.
•••
પોલીસઃ તે એક જ દુકાનમાં ત્રણ દિવસ કેમ ચોરી કરી?
ચોરઃ સાહેબ, ચોરી તો મેં એક જ દિવસ મારી પત્ની માટે ડ્રેસની કરી હતી. બીજા બે દિવસ તો કલર બદલાવવા માટે ગયો હતો.
•••
પત્નીઃ ડોક્ટર પાસે જઈ આવ્યા? શું કીધું?
પતિઃ ચા મૂકી દેવાનું કીધું છે.
પત્નીઃ હા, તો મૂકી દો. મારેય પીવાની બાકી છે.
•••
પત્નીઃ ડોક્ટર સાહેબ, મારા પતિ ઊંઘમાં બોલબોલ કરે છે.
ડોક્ટર: એમને દિવસે બોલવાનો મોકો આપો.
•••
છૂટાછેડાના કેસમાં જજે પતિને ભરણપોષણ માટે પત્નીને અડધો પગાર આપવાનું કહ્યું. પતિ રાજી થઈ હસવા લાગ્યો.
જજઃ આટલા હસો છો કેમ?
પતિઃ સાહેબ, પહેલા આખો પગાર લઈ લેતી હતી!
•••
ડોકટરે તાપમાન તપાસવા મહિલાના મોંમાં થર્મોમીટર મૂક્યું.
પત્નીને ચુપચાપ બેસેલી જોઈ પતિએ નિર્દોષતાથી પૂછ્યછયુંઃ સાહેબ, આ વસ્તુ કેટલાની આવે?
•••
ડોક્ટરઃ બોલો, તમારા આ ત્રણ દાંત કઈ રીતે તૂટી ગયા ?
દર્દીઃ સાહેબ, પત્નીએ કડક ભાખરી બનાવી હતી.
ડોક્ટરઃ તો ખાવાની ના કહી દેવાયને!
દર્દી: મેં એ જ તો કર્યું હતું!

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter