જોક્સ

હાસ્ય - જોક્સ

Saturday 04th September 2021 05:31 EDT
 
 

ભૂરોઃ અમેરિકાવાળા ડ્રાઇવર વગરની ગાડી બનાવી રહ્યાં છે, તને ખબર છે...?
જિગોઃ હા ખબર છે, પણ હું એ વિચારું છું કે ગાડી ભટકાય તો મારવાનો કોને?
•••
પત્નીઃ ઊઠો હવે ૮ વાગી ગયા.
પતિઃ આજે આંખ નથી ખૂલતી, એવું કંઈક સંભળાવ કે મન ફ્રેશ થઈ જાય.
પત્નીઃ તમે રાત્રે ૨ વાગ્યા સુધી જેની સાથે ચેટિંગ કરતાં હતાં એ મારી ફેક આઈડી છે.
•••
જિગોઃ તેં મારા પાકિટમાંથી પૈસા લીધા છે?
ચંપાઃ હા.
જિગોઃ લેતા પહેલાં પૂછાય તો ખરાને, સીધા લઈ લેવાના?
ચંપાઃ કાયમ માગ્યા કરીએ તો આત્મનિર્ભર કયારે થવાય?
•••
લીલીઃ આપણા નવા નવા લગ્ન થયા ત્યારે તો તમે ઓછું ખાતા અને મને વધુ ખવડાવતા હતા.
ભૂરોઃ તો?
લીલીઃ હવે એવું કેમ કરતા નથી?
ભૂરોઃ ત્યારે તું જમવાનું બનાવતા શીખતી હતી અને હવે શીખી ગઈ છો!
•••
ચંપાઃ હેલો, શું કરી રહ્યા છો?
જિગોઃ કેમ મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ ગયું છે?
ચંપાઃ તમને શું લાગે છે, શું ફક્ત રિચાર્જ માટે જ ફોન કરું છું?
જિગોઃ તો?
ચંપાઃ સાંભળોને... મને મોલમાં ૫૦૦૦ની કિંમતનો એક ડ્રેસ ગમ્યો છે!
•••
ભૂરોઃ ડોક્ટર સાહેબને પૂછી જુઓ, પાટાપિંડીના કેટલા થયા?
જિગોઃ સાહેબ રૂ. ૫૦૦ કહે છે?
ભૂરોઃ ભારે કરી, આના કરતા તો ઘરવાળીને રૂ. ૨૦૦ આપી દીધા હોત તો સારું પડત.
જિગોઃ કેવી રીતે?
ભૂરોઃ તેણે રૂ. ૨૦૦ માગ્યા તેમાં તો ઝગડો શરૂ થયો હતો. આપી દીધા હોત તો પણ
રૂ. ૩૦૦ બચી જાત.
•••
લીલીઃ તારા પતિ ક્યા ફિલ્ડમાં કામ કરે છે?
ચંપાઃ ઓઇલ એન્ડ ગેસ
લીલીઃ અરે વાહ, તેમનું પોસ્ટિંગ ક્યાં છે?
ચંપાઃ કિચનમાં!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter