હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 08th July 2015 06:09 EDT
 

મોદી સાહેબ વરસોથી કહેતા રહ્યા છે કે ‘હું ખાતો નથી, અને ખાવા દેતો નથી...’
શરૂઆત એમણે ‘મેગી’થી કરી છે!

ટીવી જોઈ રહેલી પત્નીને પતિએ કહ્યુંઃ પ્લીઝ, થોડી વાર ક્રિકેટની ચેનલ જોવા દે.
પત્નીઃ ના, નહીં બદલું.
પતિએ ગુસ્સે થઈને કહ્યુંઃ એવું છે... સારું હું પણ જોઈ લઇશ.
પત્નીઃ શું જોઈ લેશો તમે?
પતિઃ એ જ ચેનલ, જે તું જોઈ રહી છે.

એક શરાબીએ રેડિયો ચેનલ પર ફોન કરીને કહ્યુંઃ મને હેરોમાંથી એક પર્સ મળ્યું છે, જેમાં ૫૦૦ પાઉન્ડ રોકડા, એક આઈફોન, એક ક્રેડિટ કાર્ડ અને પલ્લવી નામની એક છોકરીનું આઈ-કાર્ડ પણ મળ્યું છે.
રેડિયો જોકીએ કહ્યુંઃ શાબાશ, તમે બહુ પ્રામાણિક લાગો છો... તમારે એ પર્સ એમને પાછું આપવું છે?
શરાબીઃ નહીં નહીં, હું ઈચ્છું છું કે, તમે પલ્લવી માટે એક સરસ સેડ સોંગ વગાડો.

પતિ પોતાની પત્નીને અંગ્રેજી શીખવાડતો હતો.
બપોરે પત્નીએ કહ્યુંઃ ચલો... ડીનર કરીએ.
પતિઃ ગાંડી, બપોરના ભોજનને ડીનર નહીં, પણ લંચ કહેવાય.
પત્નીઃ પણ આ તો ગઇકાલ રાતનું વધેલું જમવાનું છે એટલે....

સૌરાષ્ટ્રથી છેક દિલ્હીના હેલ્થ ખાતામાં વોર્નિગ ગઈ છેઃ ‘કે બાપલ્યા, મેગી ભલે બંધ થઈ જાતી, પણ ભૂલેચૂકે જો માવા બંધ કરવાની અવળચંડાઈ કરી છે તો યાદ રાખજો, ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જાશે અને ઈની શરૂઆત કાઠીયાવાડથી થાશે!’

‘મેગી’ પર પ્રતિબંધ મુકાયા પછી બેંગ્લૂરુની લેબોરેટરીમાં પરીક્ષણ માટે ગુજરાતના ગાંઠીયા, ફાફડા, ચોળાફળી અને દાળવડાં મોકલવામાં આવ્યા...
બે જ દિવસમાં જવાબ આવ્યોઃ ‘ઔર ભેજો! મજા આ ગયા!’

છોકરાવાળા છોકરી જોવા ગયા. એમણે પૂછ્યું: ‘છોકરી શું શું બનાવી શકે છે?’
એમને તો એમ જ હતું કે જવાબમાં ‘મેગી’નું નામ સાંભળવા મળશે. પણ છોકરીની મમ્મી બોલી ‘વાત જ ના કરશો. ‘સેલ્ફી’ લેતી વખતે એક જ મિનીટમાં પાંચ અલગ અલગ ટાઈપનાં મોં બનાવી નાંખે છે!’

એક છોકરાને નાનપણથી બીડી પીવાની લત લાગી હતી. ઘણા ઉપાય કર્યા, પણ એની આદત છૂટતી નહોતી. છેવટે એના પપ્પાએ એને યોગા ક્લાસીસમાં મૂક્યો....
આજે એ બાબલો પોતાના પગ વડે બીડી પી શકે છે!

બેંગ્લૂરુની ફોરેન્સિક લેબમાં એક ખાસ વ્યક્તિની ખાસ રિકવેસ્ટ આવી છેઃ
‘મેગીના પરીક્ષણ પછી મહેરબાની કરીને હવે ‘કોમ્પ્લાન’ની પણ જાંચ કરવામાં આવે. બાળપણથી પી રહ્યો છું, પણ હજી સુધી બાળક જ છું !’ - રાહુલ ગાંધી

મોદીઃ (શેખ હસીનાને) હવે, તમે પણ ક્યારેક ભારતમાં પધારો...
શેખ હસીનાઃ જી, આવતાં પહેલાં આપને જરૂર જણાવીશ.
મોદીઃ અગાઉથી જણાવીને ભારતમાં આવનારા આપ પહેલા બાંગ્લાદેશી હશો...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter