હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 15th July 2015 06:50 EDT
 

એક બાત કભી સમજ મેં નહીં આતી કે દારૂ કી દુકાન કા ‘વાસ્તુશાસ્ત્ર’ કૌન કરતા હૈ?
ચાહે નાલે પર હો, છિતરી-બિતરી હો, સામને ગડ્ડા હો, છપ્પર ફટા હો, ગલત દિશા હો, ગંદકી સે ભરા હો... ફિર ભી હંમેશા ભીડ લગી રહતી હૈ!

એક જમાનામાં એવું એક કાર્ટુન ચિત્ર આવતું હતું કે સીધું પકડીને જુઓ તો હસતો ચહેરો દેખાય અને ઊંધું કરીને જુઓ તો રડતો ચહેરો દેખાય. આજકાલ એક જોક આવી જ આવી છેઃ વાંચો...

ચૂંટણી પહેલાં
મોદીઃ યસ, હવે જ યોગ્ય સમય આવ્યો છે.
જનતાઃ શું તમે વિદેશોમાં ફરતા રહેશો?
મોદીઃ ના.
જનતાઃ અમારા માટે કામો કરશો?
મોદીઃ હા, ખુબ જ.
જનતાઃ મોંઘવારી વધારશો?
મોદીઃ એ બાબતમાં તો વિચાર જ ના કરશો.
જનતાઃ અમને નોકરીઓ અપાવવામાં મદદ કરશો?
મોદીઃ હા, જ્યાં જ્યાં કરી શકું છું ત્યાં જરૂર કરીશ.
જનતાઃ શું તમે અદાણી-અંબાણી માટે કામ કરશો?
મોદીઃ અરે, પાગલ થઈ ગયા છો? જરાય નહિ.
જનતાઃ શું અમે તમારા પર ભરોસો કરી શકીએ?
મોદીઃ હા હા.
જનતાઃ નમો... નમો...
(હવે આ જોકને નીચેથી ઉપર વાંચો!)

બીવી, બોસ ઔર મોદી મેં કોમન ક્યા હૈ ?
- તીનોં અપને મન કી બાત કરતે હૈં લેકિન હમારે મન કી બાત કભી નહીં સુનતે.

સ્ત્રી અને મેગી બન્ને આપણી સાથે છેતરપિંડી કરે છેઃ બે મિનિટમાં તૈયાર થવાનું કહીને દસ મિનિટ લગાડે છે.

લલ્લુ લેશન કરીને નહોતો આવ્યો એટલે શિક્ષકે છગનને પૂછ્યુંઃ કેમ એલા, લેશન નથી કરી લાવ્યો?
‘સર,’ લલ્લુ બોલ્યો, ‘હું કાલે લેશન કરવા બેઠો અને લાઈટ ચાલી ગઈ પછી શું કરું?’
‘અચ્છા.’ છગન સરે કહ્યું, ‘પછી ક્યારે લાઈટ આવી.’
‘પંદર મિનિટ પછી, સર.’ લલ્લુ બોલ્યો.
‘તો પછી કેમ લેશન ન કર્યું? બોલ...’ સરે પૂછ્યું.
‘સર, મને બીક લાગી કે જો ફરી લેશન કરવા બેસીસ તો ફરી પાછી લાઈટ ચાલી જશે, એટલે!’ લલ્લુ બોલ્યો.

પત્નીઃ (ગુસ્સામાં) તમે કાલે પડોશણ જોડે પિચ્ચર જોવા ગયા હતા?
પતિઃ શું કરું? તું તો જાણે છે કે આજકાલ ઘરવાળા સાથે બેસીને જોવાય એવી ફિલ્મો જ ક્યાં આવે છે?

પત્ની લીલીએ ગુસ્સામાં પતિ લલ્લુને કહ્યું, ‘હું ન હોત તો તમારા આ ફાટેલા શર્ટને કોણ સાંધી આપત?’
લલ્લુ જવાબમાં બોલ્યો, ‘તું ન હોત તો હું દરરોજ નવું શર્ટ ખરીદી શકતો હોત.’

ચંગુઃ મારા પપ્પાના હાથ નીચેથી ઢગલાબંધ ગાડીઓ પસાર છે છે.
મંગુઃ તારા પપ્પા કામ શું કરે છે?
ચંગુઃ ટ્રાફિક-હવાલદાર છે.

ચંગુઃ હે મહારાજ! હું મારી પત્નીથી ત્રાસી ગયો છું. કોઈ ઉપાય બતાવો.
સાધુઃ જો ઉપાય ખબર હોત તો મારે સાધુ થોડું બનવું પડત.

બોસઃ ચંગુ, પહેલાં તો તું ઓફિસે મોડો આવતો અને વહેલો જતો રહેતો. હમણાં-હમણાં વહેલો આવે છે અને મોડો જાય છે, શું કારણ?
ચંગુઃ સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યાં છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter