હળવી ક્ષણોએ...

જોક્સ

Tuesday 28th July 2015 14:31 EDT
 

વીજળી પડવાથી ચંગુ મરી ગયો. 
સ્વર્ગમાં ગયો તો તેનાં ચહેરા પર સ્માઈલ જ સ્માઈલ હતું.
ભગવાન નવાઈ પામ્યા અને ચિત્રગુપ્તને ઈન્કવાયરી કરવા કહ્યું.
ચિત્રગુપ્તે ચંગુને પૂછ્યું તો ચંગુએ કહ્યુંઃ અરે, અચાનક વીજળી પડી એટલે ઝબકારો થયો પણ મને એમ કે કોઈ ફોટા પાડી રહ્યું છે, એટલે મેં સ્માઈલ આપવાનું ચાલુ રાખ્યું...

છોકરોઃ ડાર્લિંગ, તારા પપ્પા જોડે આપણા લગ્નની વાત ક્યારે કરવા આવું?
છોકરીઃ જ્યારે મારા પપ્પાએ પગમાં બૂટ ના પહેર્યાં હોય ત્યારે જ.

રિક્ષાવાળોઃ સાહેબ, બ્રેક ફેઇલ થઈ ગઈ છે, અટકે એમ નથી, શું કરું?
ગુજરાતી પ્રવાસીઃ કાંઈ નહીં, પહેલાં તું મીટર બંધ કર.

વોટ્સ-એપ શુભેચ્છાઃ પ્રિય મિત્ર, તમારા ઘરના લગ્નપ્રસંગમાં હું અંગત કારણોસર આવી શક્યો નથી. મારી શુભેચ્છાઓ સદા તમારી સાથે જ છે. અને હા, લગ્નની કંકોત્રી વોટ્સ-એપ દ્વારા મળી હતી, તેથી વોટ્સ-એપ વડે જ ચાંલ્લો મોકલી રહ્યો છું. નીચે ૧૦૦ની નોટ તથા ૧ રૂપિયાના સિક્કાનો ફોટો છે... જરૂરથી ઓપન કરી ડાઉનલોડ કરી લેશો. આભાર.

ચિંટુઃ કાલે એક પહેલવાને મારા ભાઈને ખુબ માર્યો. જેવી મને ખબર પડી એટલે હું તેના ઘરમાં ઘૂસી ગયો.
મોન્ટુઃ તો પછી શું થયું?
ચિંટુઃ એ જ થયું જે મારા ભાઈ જોડે થયું. એ પહેલવાને મને પણ બહુ માર્યો.

સાલું દુનિયામાં આટઆટલું ટેન્શન છે, અને અમદાવાદની રતનપોળમાં એક છોકરી એટલા માટે પરેશાન છે કે એના પીળા ડ્રેસ અને પીળા દુપટ્ટાને મેચિંગ થાય એવા પીળા કલરના ઇયરિંગ્સ એને નથી મળતાં!

ચંદુ જગજીત સિંહની ગઝલ સાંભળી રહ્યો હતો. ગઝલ હતીઃ યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો...
એટલામાં મંગુની પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો અને કહેવા લાગ્યોઃ ‘મેં તો ઔર ભી બહોત પરેશાન હું. મેરી તો ઔરત ભી લે લો.

ચંગુ ફેસબુક પર ઓનલાઇનહતો. તેની એક ફ્રેન્ડે ફેસબુક પર સેન્ડવિચનો ફોટો અપલોડ કર્યો અને લખ્યુંઃ ચલો, સબ સાથ મેં નાસ્તા કરેંગે.
ચંગુએ કમેન્ટ લખીઃ નાસ્તા બહોત હી ટેસ્ટી થા.
ચંગુની આ કમેન્ટ તેની વાઈફ ચંપાએ વાંચી લીધી. એટલે તેણે ચંગુને નાસ્તો આપ્યો નહીં અને ચંગુ પણ ન બોલ્યામાં નવ ગુણ સમજીને ઓફિસે જતો રહ્યો. સાંજની રસોઈ બનાવતાં પહેલાં ચંપાએ ચંગુને ફોન કર્યો અને પૂછ્યુંઃ ડિનર ઘરે કરશો કે ફેસબુક ઉપર?

સંતા એક વાર લાયબ્રેરીમાં ભૂલથી પેસી ગયો.
થોડી વાર પછી એક મોટું પુસ્તક ઊપાડી લીધું અને કલાક સુધી ફંફોસ્યું.
પછી લાયબ્રેરીયનને પાછું આપતાં બોલ્યોઃ ઓયે, આમાં કેરેક્ટર્સ બહુ છે, સ્ટોરી કેમ નથી?
લાયબ્રેરીયનઃ અરે યાર, એ ટેલિફોન ડિરેક્ટરી છે.

છોકરાએ છોકરીને પૂછ્યુંઃ તું મને કેટલો પ્રેમ
કરે છે?
છોકરી બોલીઃ જેટલો તું મને કરે છે.
છોકરોઃ એનો મતલબ એ થયો કે તું પણ ટાઈમપાસ જ કરે છે.

છોકરીએ છોકરાને પૂછ્યુંઃ શું ચાલે છે બીજું?
છોકરોઃ એ જ કે જે તારી પાસે નથી.
છોકરીઃ શું!?
છોકરોઃ મગજ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter