હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 05th August 2015 06:05 EDT
 

ભિખારીઃ શેઠ મારા પરિવારથી દૂર થઈ ગયો છું, મળવા માટે ૨૦૦ રૂપિયાની જરૂર છે.
શેઠઃ પણ તારો પરિવાર છે ક્યાં?
ભિખારીઃ સામે મલ્ટીપ્લેક્સમાં ‘સિંઘમ્’ જોવા ગયો છે.

જેલરઃ તું જેલમાં કેમ આવ્યો?
સરદારઃ મેં બેંક લૂંટી, પણ હું પૈસા ત્યાં જ ગણવા લાગ્યો. કારણ કે ત્યાં સૂચના લખેલી હતી કે, ‘કાઉન્ટર છોડતાં પહેલાં પૈસા ગણી લો.’

સંતાઃ યાર બન્તા, મુઝે ટેનિસ કી બહોત નોલેજ હૈ, જો ચાહે પૂછ લે!’
બંતાઃ અચ્છા તો યે બતા! ટેનિસ નેટ મેં કિતને છેદ હોતે હૈ?’

ટીચરઃ આ ક્લાસમાં જે પણ પોતાને મૂરખ સમજતો હોય તે ઊભો થઈ જાય.
પાંચ મિનિટ સુધી કોઈ પણ વિદ્યાર્થી ઊભા ન થયા.
ટીચરે ફરી એક વાર પૂછી જોયું અને વિદ્યાર્થીઓને ઊભા થવાનું કહ્યું.
થોડી વારમાં ચિન્ટુ ઊભો થઈ ગયો.
ટીચરઃ અરે વાહ, ચિન્ટુ તું સ્વીકારે છે કે તું મૂરખ છે.
ચિન્ટુઃ ના ટીચર, તમે એકલાં એકલાં ઊભાં હો તો સારું ન લાગે ને.

રીનાઃ પત્ની દરેક જનમમાં એક જ પતિ કેમ ઈચ્છે છે?
રીમાઃ જેથી પતિને સુધારવામાં કરેલી તેની મહેનત નકામી ન જાય.

ગર્લફ્રેન્ડે ઘણા રોમેન્ટિક મૂડમાં બોયફ્રેન્ડને કહ્યું, ‘માત્ર એક વાર આલિંગનમાં લઈને ચૂમી લે. હું આજીવન તારી થઈ જઈશ.’
‘ચેતવણી માટે આભાર.’ બોયફ્રેન્ડે કહ્યું.

પતિ (પત્નીને)ઃ લગ્ન પહેલાં શું તારો કોઈ બોયફ્રેન્ડ હતો?
પત્ની ચુપચાપ ઊભી રહે છે.
પતિઃ શું થયું? તું કેમ કંઇ બોલતી નથી? શું તારી જીભને લકવો મારી ગયો છે?
પત્ની (ગુસ્સામાં ભડકીને)ઃ ચૂપ તો રહો. પહેલાં ગણવા દો. પછી કહું છું...

પોતાની પાંચમી મેરેજ એનિવર્સરી પર ખુશ થઈને ચંગુ ચંપા માટે કાર લાવ્યો. ખૂબ ખુશ થઈને તેણે ઘરની અંદર જઈને ચંપાને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું.
ચંગુઃ ડાર્લિંગ, છેલ્લા ઘણા સમયથી તને જેની ઈચ્છા હતી તે આજે પૂરી થઈ ગઈ છે. જલ્દી બહાર આવ...
ચંપા (રડતાં-રડતાં બોલી)ઃ સાસુમા, તમે આમ અમને છોડીને કેવી રીતે જઈ શકો છો.

પોલીસઃ તમારી કારને અકસ્માત કેવી રીતે થયો?
મગનઃ એ તો મને પણ ખબર નથી સર, ત્યારે હું સુતો હતો.

ચંગુના ઘરે ચોર આવ્યો. ચંગુએ તેને જોઈ લીધો એટલે ડરીને ચોર ભાગવા લાગ્યો. ચંગુ પાછળ, ચોર આગળ. ચંગુએ પોતાની સ્પીડ વધારીને ચોરને પકડી લીધો અને બોલ્યોઃ એક તો મારા ઘરે આવીને ચોરી કરવાની અને પાછું મારી સાથે જ રેસ લગાડવાની.

ચંગુઃ કાલે હું તારા ઘરે ગયો હતો. લાગે છે કે આપણા લગ્ન નહીં થાય.
ચંપાઃ કેમ? પપ્પાને મળ્યો હતો કે શું?
ચંગુઃ ના, તારી બહેનને મળ્યો હતો.

મૂશળધાર વરસાદમાં એક માણસ પિત્ઝા લેવા આવ્યો.
દુકાનદારઃ તમે પરણેલા છો?
ગ્રાહકઃ તો આવા તોફાની વરસાદમાં મારી માએ મને પિત્ઝા લેવા મોકલે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter