હળવી ક્ષણોએ

Wednesday 14th September 2016 10:30 EDT
 

એક છોકરો પરીક્ષામાં ૧૫ મિનિટમાં જ પ્રશ્નપત્ર અધૂરું મૂકી જવા લાગ્યો.
ટીચરઃ શું થયું? પ્રશ્નોના જવાબ આવડતા નથી?
છોકરોઃ એવું નથી મેડમ, હું જેના ભરોસે આવ્યો હતો તે જ મને જવાબ પૂછે છે.

પતિઃ આજ બહાર જમીશું?
પત્ની (રાજી થઈને)ઃ સારું સારું હું ૨ મિનિટમાં તૈયાર થઈ જઉં છું.
પતિઃ તું તૈયાર થા. હું બહાર ઓસરીમાં ચટ્ટાઈ પાથરું છું.

પતિઃ હું કેટલો સારો કહેવાઉં, કે મેં તને જોયા વિના તારી સાથે લગ્ન કર્યાં.
પત્નીઃ અને હું પણ કેટલી સારી કે તમને જોયા તેમ છતાં પણ ના ન પાડી.

રમેશઃ મારી પત્ની એટલી હોંશિયાર છે કે કોઈ પણ વિષય પર કલાકો સુધી બોલી શકે છે.
સુરેશઃ અને મારી તો એટલી બધી હોંશિયાર છે કે કોઈ વિષય ન હોય તો પણ બોલે રાખે છે.

ચિંટુઃ તને ખબર છે કે લગ્નમાં વરરાજાનાં જૂતાં કેમ ચોરવામાં આવે છે?
પિંટુઃ હા, એટલા માટે ખરા ટાઈમે વરરાજા ભાગી ન શકે.

ગ્રાહકઃ વેઈટર, આ બધું શું છે મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વેઈટરઃ અરે, સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે.

ડોક્ટરઃ તમારા પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.
પતિઃ તો હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો!

હવે ‘મેઈક ઈન ઈન્ડિયા’ની સ્કિમમાં લેટેસ્ટ ટાઈપના એવા મોબાઈલો આવવાનાં છે કે....
- તમે બે વાર ‘મોદી મોદી’ બોલો કે તરત ફોન ફ્લાઈટ મોડમાં જતો રહેશે.
- બે વાર ‘મનમોહન મનમોહન’ બોલો એટલે કે સાયલન્ટ મોડમાં જતો રહેશે.
- બે વાર ‘કેજરી કેજરી’ બોલશો કે તરત વાઈબ્રેટ થવા માંડે.
- બે વાર ‘રાહુલ રાહુલ’ બોલશો કે તરત જ ફોન સ્વીચ ઓફ થઈ જશે.
- અને બે વાર ‘માલ્યા માલ્યા’ બોલો કે તરત મોબાઈલ થઈ જશે કવરેજ એરિયાની બહાર.

ઉત્તર પ્રદેશની પ્રજા નવી ફરિયાદ લાવી છેઃ
- પહલે બહુત કિસ્સે હોતે થે કે શાદી કે લિયે એક લડકી દિખાઈ ઔર બાદમાં દૂસરી સે કરવા દી.
- મગર અબ ભી યે હો રહા હૈ... કોંગ્રેસને ચુનાવ મેં દિખાઈ પ્રિયંકા ઔર ટિકા દી શીલાજી....!

માસ્તરઃ રમેશ, કેમ મોડો પડ્યો?
રમેશઃ મારા ભાઈને વાળ કપાવા લઈ ગયો હતો.
માસ્તરઃ આ કામ તારા પપ્પા પણ કરી શક્યા હોત.
રમેશઃ મારા પપ્પા કરતા વાળંદ વાળ સારા
કાપે છે.

મુવી ડિરેક્ટર કહેઃ હવે તારે આ સીનમાં ૧૫મા માળેથી કુદવાનું છે.
બીચારો નવો એક્ટરઃ પણ સર જો મને કંઈ થઈ ગયું તો?
ડિરેક્ટરઃ અરે ચિંતા ના કર, આ મુવીનો છેલ્લો સીન જ છે.

ભગાએ સાઈકલની દુકાન કરી અને પહેલો જ ઘરાક કરસન કડકો.
કરસનઃ મારે એક સાઈકલ લેવી છે, પણ સરળ હપ્તેથી.
ભગોઃ વાંધો નહીં, પહેલા હેન્ડલ લઈ જવું છે કે પેન્ડલ?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter