હળવી ક્ષણોએ...

Wednesday 06th April 2016 06:31 EDT
 

સુરત ફરવા ગયેલો એક અમેરિકન તાપી નદીમાં નહાવા પડ્યો, ત્યાં અચાનક ડૂબવા લાગતાં, તે લોકોની મદદ માટે બૂમો પાડવા લાગ્યો... ખમોન... ખમોન... (કમોન... કમોન...) આ સાંભળીને કિનારે ઊભેલા ખમણની લારીવાળાને લાગ્યું કે, અમેરિકન ડૂબી ભલે રહ્યો હોય, પણ ખમણ માગી રહ્યો છે એટલે એક પડીકું બાંધીને ખમણ નાખ્યાં.
આથી પેલા અમેરિકને ફરી બૂમ પાડીઃ નો... નો... સેવ મી... સેવ મી... કિનારે ઉભેલા બધા વિચારવા લાગ્યાઃ આ ધોળિયો પણ ગજબ છે હોં... મરવા પડ્યો છે તોયે એને પાછી ખમણ જોડે સેવ જોઈએ છે!

નોકરાણીઃ બેન મારે ૧૦ દિવસની રજા
જોઈએ છે.
કાંતાઃ એમ તને ૧૦ દિવસની રજા આપું તો પછી તારા સાહેબ માટે ખાવાનું કોણ બનાવશે? એમનાં કપડાં કોણ ધોશે? એમને પથારી કોણ કરી આપશે?
નોકરાણીઃ બેન, તમને સાહેબના કામની જ ચિંતા હોય તો સાહેબને હું મારી સાથે લઈ જઉં!

સારું છે ને ડોક્ટરોના ધંધામાં છૂટાની તકલીફ નથી.... નહીંતર તે પણ કહેત... ભાઈ છૂટા નથી, થોડી દવા વધુ આપી દઉં કે બીજું એકાદ ઓપરેશન કરી દઉં.

પત્ની ચૂપ.
પતિઃ શું તેં મને કૂતરો કહ્યો?
પત્ની ચૂપ.
પતિઃ શું તેં મને કૂતરો કહ્યો કે નહિ એમ કહે તો...
પત્નીઃ અરે નથી કહ્યો, હવે તો ભસવાનું બંધ કરો.

પતિ કોલ્ડડ્રિંકની બોટલ સામે રાખીને ઉદાસ ચહેરે બેઠો હતો.
અચાનક પત્ની બહારથી આવી અને કોલ્ડડ્રિંક પી ગઈ પછી પૂછયુંઃ કેમ શું થયું કેમ આટલા બધા ઉદાસ છો.
પતિઃ મારો તો આજનો દિવસ જ ખરાબ છે. સવારે તારી સાથે ઝઘડો થઈ ગયો. ઓફિસ જતાં રસ્તામાં કાર બગડી એટલે ઓફિસ મોડો પહોંચ્યો તો ઓફિસે નોકરીમાંથી કાઢી મૂક્યો. બધામાંથી કંટાળી સ્યૂસાઇડ કરવાનું વિચાર્યું અને કોલ્ડડ્રિંકમાં ઝેર ભેળવી લાવ્યો, તો એ પણ તું પી ગઈ!

ડોક્ટરઃ હવે તમને કોઈ જોખમ નથી, તેમ છતાં તમે કેમ આટલા ગભરાઓ છો?
દર્દીઃ જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો, તેના પર લખ્યું હતું - ‘જિંદગી રહી તો ફિર મિલેંગે.’

ચિન્ટુઃ પપ્પા પ્રેમ એક વાઇરસ છે.
પપ્પાઃ અને દરવાજાની પાછળ રાખેલી લાકડી એન્ટિ-વાઇરસ છે, તું કહે તો તારી સિસ્ટમ સ્કેન કરી દઉં.

છોકરોઃ હાય, ક્યાં છે?
છોકરીઃ બસ મમ્મી-પપ્પા સાથે રેડિસન હોટેલમાં ડિનર પર આવી છું. ઘરે પહોંચીને ફોન કરું. પણ તું ક્યાં છે?
છોકરોઃ તું જે ભંડારામાં જમવા બેઠી છે, ત્યાં પાછળની લાઇનમાં જ પીરસી રહ્યો છું. કંઈ જોઈએ તો કહી દેજે.

તબિયત થોડી ખરાબ હતી એટલે ઓફિસમાંથી રજા લઈને આરામ કરવાનું વિચાર્યું, પરંતુ લોકો વોટ્સએપમાં સતત મેસેજ કરી-કરીને ડિસ્ટર્બ કરી રહ્યા હતા.
પછી બધાને એક કોમન મેસેજ મોકલી દીધોઃ ‘તાત્કાલિક ૫૦,૦૦૦ રૂપિયાની જરૂર છે.’
કસમથી આખો દિવસ કોઈએ જરા પણ ડિસ્ટર્બ ના કર્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter