હળવી ક્ષણોએ...

Saturday 13th December 2014 05:54 EST
 

એક રાતે એક ઘરમાં ચોર ઘૂસ્યો.
અવાજ સાંભળીને માલિક જાગી ગયો.
માલિકઃ ‘કોણ છે?’
ચોરઃ મ્યાઉં....
માલિકઃ કોણ છે?
ચોરઃ મ્યાઉં....
માલિકઃ કોણ છે ઘરમાં?
ચોરઃ સંભળાતું નથી કે શું? બિલાડી છું બિલાડી....’

પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો.
પતિઃ હું તારાથી કંઈ ડરતો નથી.
પત્નીઃ તમે સાવ બીકણ છો. લગ્નમાં જાન લઈને આવ્યા ત્યારે સો માણસ લઈને આવ્યા હતા, જ્યારે હું તો તમારી જોડે એકલી જ આવી હતી.

એક માણસને બીજા શહેરમાં નોકરી મળી. ત્યાં પહોંચીને તેણે પોતાની પત્નીને એક મેસેજ કર્યો. ભૂલથી એ મેસેજ કોઈ બીજા પાસે પહોંચી ગયો. જેની પાસે એ મેસેજ પહોંચ્યો તે સ્ત્રી પોતાના પતિને દફનાવીને પાછી ફરી રહી હતી. મેસેજ વાંચીને તે બેહોશ થઈ ગઈ... કારણ?
મેસેજમાં લખ્યું હતું, ‘હું અહીં ઠીકઠાક પહોંચી ગયો છું. અહીં મોબાઈલની સુવિધા પણ છે. તું ઉદાસ થતી નહીં. થોડા દિવસમાં તને પણ અહીં બોલાવી લઈશ.’

ચંગુઃ આ પત્નીઓ દારૂથી આટલી નફરત કેમ કરે છે?
ચંપાઃ દારૂને કારણે ઉંદરડા જેવા પતિ સિંહ જેવું વર્તન કરવા લાગે છે.

મમ્મીઃ રવિ, તને કેટલો બધો તાવ આવ્યો છે, છતાં તારા તોફાન કેમ ઓછા થતાં નથી? મને લાગે છે કે તારે માર ખાવો છે.
રવિઃ ના મમ્મી! ડોક્ટરે મને ખિચડી સિવાય બીજું કંઈ પણ ખાવાની ના પાડી છે.

પપ્પાઃ આપણે મુંબઈ ગયા હતા ત્યારે કંઈ હોટેલમાં રોકાયા હતા યાદ છે?
રાજુઃ ના પપ્પા! પણ એક મિનિટ ઉભા રહો, હું હમણાં જ ચમચી પર નામ વાંચીને કહી દઉં છું!

એક ઘરમાં ચોર ઘૂસી આવ્યો. પતિ-પત્નીએ મળીને ચોરને પકડી લીધો. પત્ની થોડી જાડી હતી. તે ચોરને દબાવીને તેના પર બેસી ગઈ.
પત્નીઃ તમે જલ્દી ભાગો અને પોલીસને બોલાવી લાવો. હું આ ચોરને પકડીને બેઠી છું.
પતિઃ અહીં-તહીં ડાફોડિયાં મારી રહ્યો હતો, પણ ઘરની બહાર પગ નહોતો મૂકતો.
પત્નીઃ શું શોધો છો? જાઓ જલદી.
પતિઃ અરે, મારા ચંપલ ક્યાં છે?
ચોરઃ અરે ભાઈ, મારાં ચંપલ પહેરી જા, પણ તું જા જલદી અને મને અહીંથી છોડાવ.

પતિઃ મને ખબર છે કે જ્યારે પણ સવારે રોજ મારી આંખો ખૂલે છે તો હું એ જ પ્રાર્થના કરું છું કે ભગવાન દરેકને તારા જેવી જ પત્ની આપે.
પત્નીઃ હું તમને શું એટલી બધી ગમું છું?
પતિઃ ના, એવું નથી ગાંડી, પણ મને એમ છે કે આ સજા હું જ શું કામ એકલો ભોગવું.

'અચ્છે દિન'માં મોંઘવારી વધારવાનું કારણ શું છે? સરકાર તરફથી 'બડા ખુલાસા' કરવામાં આવશે...
'શક્કર કે દામ ઇસલિયે બઢાયે હૈં કિ જનતા કા 'ડાયાબિટીસ' કન્ટ્રોલ મેં રહે, પેટ્રોલ ડિઝલ કે દામ ભી ઇસી ચીજ કો ધ્યાન રખકર બઢાયે હૈં તાકિ આપ 'વાકિંગ' જ્યાદા કરેં.. દેખિયે, મોદી કા દિમાગ તો ચાચા ચૌધરી સે ભી તેજ હૈં. પરેશાન મત હોઇએ... રસોઇ ગેસ કે દામ બઢાકર આપ કી 'ડાયેટિંગ' કરવા રહે હૈં!
... ક્યોંકિ પહલા સુખ, નિરોગી કાયા! નમો નમોસ્તુસ્તે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter