હળવી ક્ષણોએ

જોક્સ

Wednesday 04th March 2015 04:44 EST
 

એક ગામડાની નિશાળમાં એક છોકરાએ એના અંગ્રેજીના સરને પૂછયું, 'સાહેબ, 'ને ટુ રે'નો અર્થ શું થાય ?'
માસ્તર મુંઝાણા! સાલું ને ટુ રે? આ તો પહેલી વાર સાંભળ્યું! છતાં આફત ટાળવા માટે કહી દીધું, 'કાલે જવાબ આપીશ.'
માસ્તરે આખી ડિકશનેરી ફેંદી નાંખી, પણ 'ને ટુ રે' શબ્દ મળ્યો નહિ! બીજા દિવસે પેલા છોકરાએ ફરી પૂછયું, 'સાહેબ, ને ટુ રે એટલે શું?'
માસ્તર જવાબ આપ્યા વિના છટકી ગયા. પણ.. પછી તો પેલો અડિયલ છોકરો પાછળ પડી ગયો. રોજ માસ્તરને પૂછવા લાગ્યો, 'માસ્તર! ને ટુ રેનો મિનીંગ મળ્યો?'
બિચારા માસ્તરની હાલત એટલી ખરાબ થઇ કે પેલા છોકરાને જોતાં જ પોતાનો રસ્તો બદલી નાંખતા. છેવટે અકળાઇને છોકરાને પૂછયું કે 'નાલાયક, એ શબ્દનો સ્પેલિંગ તો બોલ?'
છોકરાએ લખીને આપ્યું, 'NATURE'
માસ્તર વાંચતાંની સાથે સમજી ગયા કે છોકરાએ એની ફિરકી લીધી છે! એ ગુસ્સામાં બોલ્યા, 'હરામખોર! મને ઉલ્લુ સમજે છે? 'નેચર'ને શબ્દને 'ને ટુ રે' કહીને મને ઊંધે પાટે ચડાવતો હતો? નાલાયક તને તો હવે સ્કુલમાંથી સસ્પેન્ડ કરાવી નાંખીશ.’
છોકરો તરત માસ્તરને હાથ જોડીને કહેવા લાગ્યો 'માસ્તર, એવું ના કરતા, નહિતર મારું 'ફૂ ટુ રે' બરબાદ થઇ જશે!'

એક માણસે પોતે પાળેલા પોપટથી કંટાળ્યો હતો. તેણે તેની હરાજી રાખી. છેલ્લે ૧૦૦ રૂપિયા નક્કી થયા.
ખરીદનારઃ ભલે હું આને લઈ લઉં છું. પણ મારે એ જાણવું છું કે આ બોલે છે ખરો?
માણસઃ અરે ભાઈ, આ જ તમારી વિરુદ્ધ બોલી બોલાવડાવતો હતો!

ચંગુ અને ચિન્કી વાતો કરી રહ્યાં હતા.
ચિન્કીઃ મારો હાથ માગવા આવ. ક્યારે આવીશ?
ચંગુ- ચાલ આજે જ તારા ઘરે પહોચું છું.
ચંગુ તેના પિતાને ઘરે ગયો.
ચંગુઃ મારે તમારી દીકરીનો હાથ જોઈએ છે.
પિતાઃ હું મારી દીકરીને આખી જિંદગી કોઈ ગધેડા સાથે રહેતા નહીં જોઈ શકું.
ચંગુઃ હું પણ એ જ ઇચ્છું છું સાહેબ, એટલે તો હાથ માગવા આવ્યો છું.

ચિન્કીઃ પ્રિય, મને ખબર છે તારી ચોઇસ શું છે. તું તેની જ સાથે લગ્ન કરી જે હોંશિયાર, સાહસિક અને પ્રેમાળ હોય.
ચંગુઃ પણ ડાર્લિંગ, તને નથી લાગતું આ થોડું વધુપડતું છે? આપણે ત્યાં ત્રણ પત્ની રાખવાનું અલાઉડ નથીને?

ચંપાએ ઊંઘતા પતિ ચંગુને ઉઠાડીને કહ્યુંઃ જુઓ, એક ચોર આપણા કિચનમાં ઘૂસીને મેં બનાવેલી કેક ખાઈ રહ્યો છે.
ચંગુ બોલ્યોઃ તો હું કોને બોલાવું? પોલીસને કે એમ્બ્યુલન્સને?

ચંગુના સાહેબે તને એક દાખલો સમજાવ્યો.
ચંગુને જરાય સમજ ન પડી.
સાહેબે ફરી દાખલો સમજાવ્યો.
ચંગુને હજી ન સમજાયું.
સાહેબે ત્રીજી વખત દાખલો સમજાવ્યો.
ચંગુને જરાય સમજ ન પડી.
સાહેબઃ ચંગુ, હું તને સમજાવતાં-સમજાવતાં ગાંડો થઈ ગયો.
આ સાંભળીને ચંગુ તરત ઊભો થઈને દોડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
સાહેબ (ગુસ્સામાં)ઃ આમ ભાગે છે ક્યાં?
ચંગુઃ ગાંડાની હોસ્પિટલમાં ફોન કરવા!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter