બાંકે શેઠ લોકો ઉપર પોતાની અમીરીની ડંફાસો બહુ મારતો હતો.
બાંકેઃ તમને ખબર છે, જો હું સવારે મારી ગાડી લઈને નીકળું તો સાંજ સુધી હું મારી માલિકીની અડધી જ જમીન જોઈ શકું છું.
રાધેઃ હા ખરેખર એવું થાય છે. પહેલા અમારી જોડે પણ આવી જ ખટારા ગાડી હતી.
•
પોલીસઃ તે એક મિનિટમાં જ આટલા બધા લોકોની વચ્ચેથી ઘોડો કેવી રીતે ચોર્યો?
ચોરઃ સાહેબ, મેં ઘોડો નથી ચોર્યો. તેના ઉપર જેવો હું બેઠો એટલે થોડી સેંકડમાં મને લઈને બહુ દૂર ભાગી ગયો.
•
ચમનઃ અરે ચંગુભાઈ, તમે તો ઊંચા હતા તે નીચા થઈ ગયા અને જાડાપાડા હતા તે હવે વળી સાવ પાતળા થઈ ગયા.
ચંગુઃ મારું નામ ચંગુ નથી. હું મંગુ...
ચમનઃ લ્યો બોલો... તમે તો નામ પણ બદલી નાખ્યું!
•
એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લખેલા અક્ષરો બહુ નાના હતા એટલે તેમને બરાબર વંચાયું નહીં. બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલા પર ચડી ગયા. ઉપર ચડીને જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહીં.’
•
ચિન્કીઃ તમે છૂટાછેડા લીધા પછી ઘરની બાબતમાં શું કર્યું?
ચંપકઃ અમે ભાગ પાડી લીધા છે.
ચિન્કીઃ કેવી રીતે?
ચંપકઃ ઘરની અંદરના ભાગમાં તે રહે છે અને બહારનો વિશાળ ભાગ હું વાપરું છું.
•
સગાઈ પછી ચમન ભાવિ પત્ની ચિન્કીને મળવા ગયો. બન્ને એક રૂમમાં બેસીને વાતો કરતાં હતાં. બાજુની રૂમમાંથી થોડી વારે ચમનને ઘડિયાળના ટકોરા સંભળાયાઃ નવ, દસ, અગિયાર. બાર...
ભાવવશ ચમને કહ્યુંઃ જો તો, તારી સાથે હોઉં ત્યારે સમય કેટલી ઝડપથી પસાર થઈ જાય છે! બાર વાગી ગયા એની ખબર પણ ન પડી.
ચિન્કીઃ જરા મગજ ઠેકાણે રાખતો જા. હજી નવ જ વાગ્યા છે. આ તો મારા પપ્પા ઘડિયાળ રીપેર કરે છે એના ડંકા છે.
•
સંતાએ નદીકિનારે જઈને એક દેડકાને પૂછ્યુંઃ ક્યા સરદારો મેં દિમાગ હોતા હૈ?
દેડકો બોલ્યોઃ નહીં
અને જોરથી પાણીમાં કૂદી પડ્યો.
સંતા આખો દિવસ ત્યાં બેસી રહ્યો અને સાંજે જતાં જતાં વિચાર્યું કે આમાં દેડકાએ સુસાઈડ કરવાની ક્યાં જરૂર હતી.
•
ચંપાઃ કેટલાંક માણસો લગ્ન પહેલાં પત્નીને ઓળખતા નથી હોતા.
ચંગુઃ કેટલાય માણસો લગ્નનાં પંદર વર્ષો પછી પણ ઓળખતા નથી.
•
ચંપાઃ સ્ત્રી સુંદર છે કે બુદ્ધિશાળી એ જાણવાનો તમારી પાસે કોઈ માપદંડ ખરો કે?
ચંગુઃ હા જી, જે સ્ત્રી તરફ હું જોઉં છું તે સુંદર કહેવાય, ને જે સ્ત્રીઓ મને જુએ તે બુદ્ધિશાળી કહેવાય.
•
ચંગુઃ તને રાંધતાં બરાબર આવડે છે?
ચંપાઃ હા...જી, કાલે જ મારી મમ્મીએ મને શીખવ્યું છે.
•
ચિન્કીઃ તમે મારા હાથની માગણી કરી ત્યાર મારા બાપુજીએ શું કહ્યું?
મિન્ટુઃ કહ્યું કંઈ નહીં, પરંતુ તેમણે બે હાથ મારું ગળું પકડ્યું.
•
પતિઃ આજે ઊંઘ નથી આવતી
પત્નીઃ તો વાસણ ઘસી નાખો.
પતિઃ હું તો ઊંઘમાં બોલું છું.