હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 18th March 2015 08:50 EDT
 

ઓફિસરઃ જુઓ મંગુલાલ, તમે દરરોજ ઓફિસમાં એક કલાક મોડા આવો છો. તમે જ કહો એ સારું કહેવાય?
મંગુઃ પરંતુ સાહેબ, તમે એ કેમ ભૂલી જાઓ છો હું દરરોજ એક કલાક વહેલો ઘરે જતો રહું છું.

જજઃ મંગુ, તેં આ ચંગુને ભરબજારે ચંપલ મારી ભયંકર અપમાન કર્યું છે. પચાસ રૂપિયા દંડ ભર.
મંગુઃ સાહેબ, મારી પાસે છૂટા નથી; ૧૦૦ની નોટ છે. હું ફરી વખત ચંગુને ચંપલ મારું?

વજન ઓછું કરવા ડોક્ટરે ૧૦૦ ગોળીઓ આપી.
દરદીઃ આ ક્યારે ને કેટલી લેવાની?
ડોક્ટરઃ એ લેવાની નથી, પરંતુ રોજ સવાર, બપોર ને સાંજે શીશી ઊંધી કરી ગોળી ઓરડામાં ગબડાવી દેવાની. પછી એક-એક કરી સોએસો ગોળી શીશીમાં ભરી દેવાની. આવું ત્રણ મહિના ચાલુ રાખવાનું.

દરદીઃ સાહેબ, મારું વજન ઓછું કરવાનો કોઈ ઉપાય બતાવો.
ડોક્ટરઃ જુઓ, હું તમને એક કસરત બતાવું છું. તમારે તમારું ડોકું જમણી બાજુથી ડાબી બાજુ ને ડાબી બાજુથી જમણી બાજુ, નકાર સૂચવતા હોય એ રીતે હલાવ્યા કરવું.
દરદીઃ સારું, પણ સાહેબ, એ કસરત ક્યારે કરવાની?
ડોક્ટરઃ જ્યારે કોઈ તમને ખાવાનું કહે ત્યારે.

ચંપા અને ચંગુ વચ્ચે ફિલોસોફિકલ ચર્ચા ચાલી રહી હતી.
ચંપાઃ જીવન સંપૂર્ણ હોવું અને જીવન ખતમ થઈ જવું એ બન્ને વચ્ચે શું ફરક?
ચંગુને આજે આ સવાલનો જવાબ ડર્યા વિના આપવો હતો. તે બોલ્યોઃ તમારી પાસે સુંદર મજાની ગર્લફ્રેન્ડ હોય એટલે જીવન સંપૂર્ણ ફીલ થવા લાગે અને જ્યારે આ બાબતની તમારી પત્નીને ખબર પડે એટલે જીવન ખતમ થઈ જાય.

પપ્પુનું માથું ફૂટી ગયું.
ચિંટુઃ તું શું કરતો હતો કે આવું થયું?
પપ્પુઃ હું હથોડીથી ખીલો ઠોકતો હતો, ત્યારે મારા પપ્પાએ આવીને કહ્યું, અરે ડોબા ક્યારે તો દિમાગનો ઈસ્તેમાલ કર એટલે.

પિંટુના પપ્પાની મીઠાઈની દુકાન હતી. એક વાર પિંટુ દુકાનમાં બેઠો હતો ત્યારે તેનો દોસ્ત તેને મળવા આવ્યો. અને પૂછ્યું, આટલી બધી મીઠાઈ જોઈને તને કદી ખાવાનું મન થતું નથી.
પિંટુઃ મન તો ઘણું થાય છે, પણ પપ્પા ધમકાવશે એ બીકથી ચાટી ચાટીને મૂકી દઉં છું.

આર. કે. લક્ષ્મણ ભલે ઈન્ડિયાના શ્રેષ્ઠ કાર્ટુન્સનું સર્જન કરવા માટે જાણીતા હતા તે સાચુ, પરંતુ એમનો નંબર બીજો જ ગણાશે. ભારતનું સૌથી શ્રેષ્ઠ કાર્ટુન સર્જવાનું શ્રેય તો એક જ વ્યક્તિને જાય છે...
- સોનિયા ગાંધીને!

બકરીને ઘરે લઈ આવેલી પત્નીને જોઈને પતિએ પૂછયું, ‘આ ભેંસને કેમ ઘરે લઈને આવી છે?’
પત્નીઃ દેખાતું નથી? આ બકરી છે.
પતિઃ અરે, પણ હું તો બકરીને પૂછું છું.

જજઃ તમારી પાસે શું સબૂત છે કે તમે સ્પીડમાં ગાડી નહોતી ચલાવી રહ્યા?
આરોપીઃ અરે જજસાહેબ, હું મારી પત્નીને તેના પિયરથી પાછી લાવવા જઈ રહ્યો હતો.
જજઃ બરાબર. તો કેસ અહીં જ બેબુનિયાદ સાબિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter