હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 22nd April 2015 06:08 EDT
 

ડોક્ટર મંગુ નવા ગામમાં પ્રેક્ટિસ કરવા આવ્યા ત્યારે ગામના એક વડીલે તેમને કહ્યુંઃ દાક્તર, તમે છો તો મજાના માણસ, પણ અમારા ગામમાં તમે ફાવશો નહીં. અહીં અમે બધા એવા તંદુરસ્ત છીએ કે તમારી અગાઉ આવેલા દાક્તર બિચારા ભૂખે મરી ગયા ત્યારે જ અમને સ્મશાન બાંધવાનો વિચાર આવ્યો.

ફૂટબોલની રમત રમતાં-રમતાં ચંગુને થોડું હાથમાં વાગ્યું.
ડોક્ટરે તેના જમણા હાથમાં જ્યાં વાગ્યું હતું ત્યાં પાટો બાંધવાનું શરૂ કર્યું કે તરત જ ચંગુએ તેમને ડાબા હાથે પાટો બાંધવાનું કહ્યું.
ડોક્ટરને નવાઈ સાથે પૂછ્યુંઃ તને વાગ્યું છે જમણા હાથે તો પછી ડાબા હાથે પાટો કેમ બંધાવે છે?
ચંગુઃ સાહેબ, અમારી સ્કૂલના છોકરાઓ
ઘણા બદમાશ છે. તેઓ જ્યાં મેં પાટો બાંધ્યો હશે ત્યાં જ હાથ લગાડીને વધારે દુઃખાડવા પ્રયત્ન કરશે.

ચિંટુ અને ચિંકી બંને પ્યાર-મહોબ્બતની વાતો કરી રહ્યાં હતાં.
ચિંકીઃ લગ્ન પછી હું તારું દુઃખ વહેંચી લઈશ.
ચિંટુઃ પણ હું જરાય દુઃખી નથી.
ચિંકીઃ હું અત્યાર નહીં, લગ્ન પછીની વાત કરું છું... ડાર્લિંગ.

એક સર્વેના તારણ મુજબ રોડ ઉપર થતાં અકસ્માતોમાં ૧૫ ટકા અકસ્માતો ડ્રાઈવર દારૂ પીને વાહન ચલાવે છે તેના કારણે થાય છે.
મતલબ કે બાકીના ૮૫ ટકા ચા, કોફી, લીંબુપાની વગેરેથી થાય છે! તમે જ કહો, વધારે ખતરનાક શું?
- ચિયર્સ!!

કડકાસિંગ ગોવાના બિચ ઉપર આરામથી સૂતા હતા. એવામાં એક અંગ્રેજ ત્યાંથી નીકળ્યો.
એણે કડકાસિંગને પૂછ્યુંઃ રિલેક્સીંગ?
કડકાસિંગે જવાબ આપ્યોઃ નો...નો... કડકાસિંગ.
એ પછી કડકાસિંગ ઊભા થઈને બિચ પર આંટો મારવા નીકળ્યા. અહીં એક બીજો અંગ્રેજ લાંબો થઈને સુતો હતો. કડકાસિંગે એને પૂછ્યુંઃ
‘રિલેક્સીંગ?’
તરત પેલાએ કહ્યું, ‘યા યા...’
કડકાસિંગઃ ‘તો આંયાં શું સૂતો છે? ઓલ્યો વાં તને ક્યારનો ગોતે છે!’

એક ગરીબ યુવાનનાં લગ્ન થઈ રહ્યાં હતાં. પંડીતે યુવાન પાસે શપથ લેવડાવ્યા ‘હું મારું સર્વસ્વ તને સમર્પિત કરું છું.’
પાછળથી એક અવાજ આવ્યોઃ ‘લો, બિચ્ચારાની સાઈકલ પણ ગઈ!’

વાઈફે હસબન્ડને કહ્યુંઃ તમે બહુ ભોળા છો. તમને લોકો જલ્દીથી છેતરી જાય છે.
હસબન્ડ (હસતાં હસતાં)ઃ તારી વાત એકદમ સાચી છે, પણ શરૂઆત તારા મા-બાપે જ કરી છે.

પત્નીએ પતિને સરપ્રાઇઝ આપવા માટે કિચનમાં જઈને નવા સિમકાર્ડથી ફોન કર્યો અને બોલીઃ હેલો ડાર્લિંગ.
પતિ બોલ્યોઃ જાનુ, થોડી વાર પછી ફોન કરજે. અત્યારે પે’લી વાઘણ કિચનમાં છે.

ચિંકીએ તેના ફ્રેન્ડ ચંગુને પૂછ્યુંઃ તારા લવ મેરેજ હતા કે અરેન્જ?
ચંગુઃ લવ મેરેજ...
ચિંકીઃ મારે પણ પ્રેમમાં પડવું છે. કેવી રીતે પ્રેમ કરાય એ કહેને?
ચંગુઃ પ્રેમ કરવાનો ન હોય, એ તો થઈ જાય.
ચિંકીઃ પણ પ્રેમ ક્યારે થાય?
ચંગુઃ એ બધું ભગવાન પર નિર્ભર કરે છે. જ્યારે સમય ખરાબ હોય, તારા પર શનિ ભારે હોય, ભગવાન જ્યારે આપણી મજાક કરવાના ફૂલ મૂડમાં હોય ત્યારે પ્રેમ થઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter