હળવી ક્ષણોએ...

જોક્સ

Wednesday 27th May 2015 07:34 EDT
 

એક ઘટનાનું વિશ્લેષણ...
એક બેન્કમાં લૂંટારાઓ લૂંટ કરવા ગયા. ગેંગના લિડરે બધાને કીધુંઃ ‘ડરો નહિ, આ પૈસા દેશના છે, પણ જીવ તમારો પોતાનો છે... ચૂપચાપ જમીન પર સૂઈ જાવ!’
બધા સૂઈ ગયા... આને કહેવાય ‘માઇન્ડ ચેઇન્જીંગ કન્સેપ્ટ’
ગેંગનો એક સાથી જે બીકોમ પાસ હતો. એ બોલ્યો, ‘બોસ, જતાં પહેલાં રૂપિયા ગણી લઈએ?’
બોસે કીધું, ‘ડોબા, એ તો ટીવી પર જોઈ લઈશું!’
આને કહેવાય... ‘એક્સપિરીયન્સ’
લૂંટ ૨૦ લાખ લાખની થઈ હતી. બેંકના અધિકારીએ કહ્યું, ‘એફઆરઆઈ કરાવવી પડશેને?’ મેનેજરે કહ્યું, ‘એક કામ કરો. બીજા ૧૦ લાખ કાઢી લો. અને આપણે ભેગા મળીને ૫૦ લાખનો ફ્રોડ કર્યો હતો એ પણ આમાં ઉમેરી દો...’
આને કહેવાય... ‘ઓપોર્ચ્યુનીટી’
ટીવી પર ન્યૂઝ આવ્યાઃ ફલાણી બેન્કમાં ૮૦ લાખની લૂંટ! લૂંટારાઓએ રૂપિયા ગણ્યા, નીકળ્યા ૨૦ લાખ! બીકોમ થયેલા સાથીએ કહ્યું, ‘જોયું? બિઝનેસનું રિસ્ક આપણે લીધું. પણ બેન્કવાળાઓએ બેઠાં બેઠાં ૬૦ લાખ બનાવી લીધા...
આને કહેવાય... ‘ક્રિએટિવ મેનેજમેન્ટ...’

એક વાર પતિને પત્નીએ પૂછ્યું, ‘જો હું બે ચાર દિવસ ન દેખાઉં તો તમને ગમે?’
પતિથી બોલાઈ ગયું, ‘અરે, બહુ જ ગમે!’
બસ. એ પછી પત્ની એક દિવસ ન દેખાઈ, બે દિવસ ન દેખાઈ, ત્રીજે દિવસે ન દેખાઈ.... ચોથે દિવસે આંખનો સોજો જરા ઓછો થયો ત્યારે માંડ દેખાતી થઈ!

એક શિકારી પોતાના દીકરા સાથે શિકાર કરવા જંગલમાં ગયો. એક બગલો આસમાન પર ઊડતો દેખાયો. શિકારીએ તરત જ નિશાન તાકી ગોળી છોડી છતાં બગલો ઊડતો રહ્યો.
આ જોઈ શિકારી પોતાના દીકરાનેઃ બેટા! હું મારી જિંદગીમાં પહેલી વખત આ ચમત્કાર જોઈ રહ્યો છું કે એક મરેલો બગલો આસમાનમાં હજી સુધી ઊડી રહ્યો છે.

ચંગુ અને મંગુ વચ્ચેનો ઝઘડો જોઈને ચંપાને ભારે આશ્ચર્ય થયું.
તેણે બન્નેને પાગલની હોસ્પિટલમાં ભરતી કરવા માટે ત્યાં ફોન લગાવ્યો.
બન્ને કઈ વાત પર ઝઘડી રહ્યા હતા એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
ચંગુ અને મંગુ બન્ને જણ એક રિક્ષામાં બેઠા હતા અને બન્ને જણ વિન્ડો-સીટ માટે ઝઘડી રહ્યા હતા.

ભિખારી (કારમાં બેઠેલી મેડમ ને)ઃ મેડમ, ૧૦ રૂપિયે દે દો...
મેડમે ૧૦ રૂપિયા આપ્યા. ભિખારી જવા લાગ્યો. મેડમ બોલી ‘અરે, દુઆ તો દેતે જાઓ..’
ભિખારીઃ બીએમડબલ્યુ મેં તો બૈઠી હૈ મોટી! અબ રોકેટ મેં બૈઠેગી ક્યા?

મોદીઃ ધોની, વર્લ્ડ કપ લાયે?
ધોનીઃ મોદી, અચ્છે દિન આયે?

બન્તાએ ભગવાનને રીઝવવા માટે ઘોર તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થઇને પ્રગટ થયા. ‘માંગ, માંગ, તુઝે ક્યા ચાહિયે?’
બન્તાઃ ‘સિસ્ટમ સે ચલિયે પ્રભુ! પહલે તપસ્યા ભંગ કરને કે લિયે અપ્સરા આતી થી... ઉસકા ક્યા હુઆ?

એક માણસ પોતાના બીમાર ઘોડાને લઈને જાનવરના ડોક્ટર પાસે પહોંચ્યો.
‘સાહેબ આ મારો ઘોડો ક્યારે તો બિલ્કુલ સીધો ચાલે છે, પરંતુ ક્યારેક લંગડાતો ચાલે છે.’
ઘોડાના ડોક્ટરે થોડી વાર ઘોડાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું પછી ઘોડાના માલિકને કહ્યું, ‘હવે આ ઘોડો જ્યારે સીધો ચાલે ત્યારે તરત જ વેચી દેજો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter