હળવે હૈયે

Wednesday 24th July 2019 06:18 EDT
 
 

જો તમારી પત્ની એકદમ શાંત સ્વભાવની હોય તો વધુ ખુશ ન થશો...
કારણ કે ઉચ્ચ ક્વોલિટીની રિવોલ્વરોમાં જ સાયલન્સર લગાવેલા હોય છે.

ચંદુ ઓફિસે આવતાં જ હરખભેર બોલવા લાગ્યો, ‘આજે મેં પહેલી વાર ઘરની બહાર બેસીને વાસણ ધોયાં’
તેના સાથીઓએ પૂછ્યું, ‘તેમાં શું?’
ચંદુઃ અરે યાર મને વાસણ જોતો જોઈ પડોશણ બોલી, કાશ... આ મારો વર હોત!
સાથીઓએ આશ્ચર્ય સાથે પૂછ્યુંઃ ‘એમ?’
ચંદુઃ હા યાર... આ સાંભળીને પત્ની તરત બોલી, ખબરદાર જો હવે વાસણ ધોયાં છે તો!

એકાંતમાં બેઠેલાં નરેન્દ્ર મોદીની આંખોમાં આંસુ જોઈને મહાત્મા ગાંધી પ્રગટ થયાં ને પૂછવા લાગ્યા, ‘કેમ રડે છે?’
મોદીઃ દેશ માટે આટઆટલું કરું છું પણ મારી અટકવાળા ગોટાળા કરીને મને બદનામ કરે છે.
ગાંધીજીઃ મારી તરફ જો... હું ક્યારેય રડું છું.

ચંપાઃ આપણા બન્નેમાંથી મૂર્ખ કોણ?
ભૂરોઃ બધાને ખબર છે કે તું ચાલાક છે. ચતુર છે અને એટલે જ મને વિશ્વાસ છે કે તું ક્યારેય મૂર્ખ વ્યક્તિ સાથે લગ્ન કરે જ નહીં.

ભૂરોઃ આજની મમ્મીઓ તો છોકરાઓને સ્કૂલ બસમાં બેસાડીને એવી રીતે વિદાય આપતી હોય છે કે, છોકરા જાણે અંતરિક્ષમાં જતાં
હોય છે.
રાજુઃ હા, યાર. આપણે તો સ્કૂલે જતા ત્યારે બાપાએ એકાદ ઝાપટ ન મારી હોય તો સ્કૂલમાં પણ સૂનું સૂનું લાગતું હતું.

શિક્ષકઃ ભૂરા કેમ મોડો આવ્યો?
ભૂરોઃ સર, હું સપનામાં અમેરિકા ફરવા માટે ગયો હતો તેમાં મોડું થઈ ગયું.
શિક્ષકઃ જિગા તું કેમ મોડો આવ્યો?
જિગોઃ સર, મારે ભૂરાને એરપોર્ટથી લઈને આવવાનું હતું, ભૂરો મોડો આવ્યો એમાં મને પણ મોડું થઈ ગયું.

જિગોઃ ભૂરા તેં છૂટાછેડા લીધા પછી બહુ તકલીફ પડતી હશે નહીં?
ભૂરોઃ જરાય નહીં.
જિગોઃ એટલે છૂટાછેડા લીધા પછી તું
ખુશ છે?
ભૂરોઃ હા, ખૂબ જ.
જિગોઃ કેવી રીતે?
ભૂરોઃ પહેલાં મારે બે લોકોના કામ કરવા પડતા હતા હવે એક વ્યક્તિનું કરું છું.

જિગોઃ કોઈ આંખના ડોક્ટર હોય તો મને કહેજે ને..
ભૂરોઃ કેમ શું થયું?
જિગોઃ મારી પત્નીની આંખ દેખાડવી છે.
ભૂરોઃ કંઈ ગંભીર છે?
જિગોઃ હા, મારી અપ્સરા જેવી પાડોશણ મારી પત્નીને ડાકણ લાગે છે.

પત્નીઃ વકીલસાહેબ, મારે મારા જૂના પતિ સાથે ફરી પરણવું છે.
વકીલઃ પણ બહેન, આઠ દિવસ પહેલાં તો છૂટાછેટા લીધા છે.
પત્નીઃ હા, પણ મેં તેમના ખુશ થઈને ફરતા ફોટા ફેસબુકમાં જોયા છે. હું તેમને ક્યારેય ખુશ નહીં રહેવા દઉં.

ભૂરોઃ દાદા તમે ૮૦ વર્ષની ઉંમરે પણ દાદીને ‘હની’ કહો છો. વાહ...
દાદાઃ વાહ બાહ છોડ... ગધેડા, ત્રણ વર્ષથી એનું નામ જ યાદ નથી આવતું એટલે ચલાયે રાખું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter