હળવે હૈયે...

Wednesday 21st August 2019 07:10 EDT
 

ખરેખર એક પુરુષ જ પુરુષની લાગણી સમજી શકે છે...
ગ્રાહકઃ એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.
દુકાનદારઃ પત્ની માટે જોઈએ છે કે ભારેમાં બતાવું?

શિક્ષકઃ કાલે તારા પપ્પાની સિગ્નેચર લીધા વગર સ્કૂલે આવતો નહીં.
વિદ્યાર્થીઃ અડધી તો તેઓ પી ગયા છે. અડધી જ બચી છે, ચાલશે સર?

પત્નીઃ તમે મારામાં શું જોઈને લગ્ન કર્યાં?
પિતાઃ કાંઈ નહીં, બસ નાનપણથી જ મને મોટી મોટી લડાઈઓ લડવાનો શોખ હતો.

આને કહેવાય ભાષાનો અનર્થ...
એક હરિયાણવી મહિલા કરિયાણાની દુકાને લિપ્ટનની ચા ખરીદવા ગઈ.
મહિલાઃ લિપટણ કી ચાહ હૈ?
દુકાનદારઃ મન્ને તો ના હૈ... તન્ને હૈ તો લિપટ જા.

ચંદુ (મંગુને)ઃ મારી પાસે રૂ. ૨૦૦૦ની નોટ છે. તારી પાસે રૂ. ૫૦૦ની ચાર નોટ છે. તો આપણા બેમાંથી વિજેતા કોણ?
મંગુઃ હું જ તો...
ચંદુઃ કેવી રીતે?
મંગુઃ લાગે છે કે તેં વર્લ્ડ કપની ફાઈનલ નહોતી જોઈ.

ટ્રેનમાં ચેતવણી લખી હતીઃ બિના ટિકટ સફર કરનેવાલા યાત્રી હોંશિયાર!
આ વાંચી ચંદુનું મગજ છટક્યું, ‘વાહ રે, તો જીસને ટિકટ લીયા વે ક્યા ગધે હે?’

ભોલુઃ ડોક્ટર સાહેબ, તમે દરેક દર્દીઓને આહાર વિશે હંમેશા પૂછો છો, તેનું કાંઈ કારણ?
ડોક્ટરઃ આ જાણીએ તો એમની આર્થિક મુજબ બિલ બનાવી શકાય ને...

વાઈફ (તૈયાર થઈને હસબન્ડને)ઃ જરા કહો તો કેવી લાગું છું હું?
હસબન્ડઃ અરે ડાર્લિંગ! મને મન થાય છે કે તને લઇ જઇને પાકિસ્તાન ફેંકી આવું.
વાઈફઃ શું?!
હસબન્ડઃ બોમ્બ લાગે છે, બોમ્બ!

જિગોઃ હેલો ડોક્ટર સાહેબ, જિગો બોલું... એક વાત પૂછવી હતી.
ડોક્ટરઃ બોલો... બોલો જિગાભાઇ...
જિગોઃ ગઈ સાલ તમે મને રોજ ૫ કિલોમીટર ચાલવાની સૂચના આપી હતી.
ડોક્ટરઃ હા, તે તમારા માટે સારું જ છે ને...
જિગોઃ સારું તો છે પણ અત્યારે હું નેપાળ પહોંચવા આવ્યો છું. ત્યાંથી યુ-ટર્ન મારું કે પછી આગળ વધવાનું છે.

સિટી બસમાં એક બહેન તેના નાના દીકરાને વારે વારે સમજાવતા હતાઃ ‘પહેલા આ સેન્ડવીચ ખાઈ લે અને પછી તને ઘેવર પણ આપું છું. જો તું નહીં ખાય તો બાજુમાં બેઠેલા આ કાકાને આપી દઈશ.’
આવું આ બહેને ત્રણ-ચાર વાર કહ્યું પછી પેલા કાકા બોલ્યા, ‘બેન, જો આપવાનું હોય તો આપી દોને, મારે જે સ્ટેન્ડે ઉતરવાનું હતું તેના કરતાં બે સ્ટેન્ડ આગળ આવી ગયો છું.’

એક ભાઈની વેદના...
જિંદગી લુંગી જેવી થઈ ગઈ છે.
ક્યાંય ચેન નથી!

લગ્નમાં પંડિતજીએ બૂમ પાડી, ‘પૂજાની થાળી લાવો.’ બકો તરત દોડ્યો અને પૂજાની થાળી લઈ આવ્યો. ને પાછળ બૂમ પાડતી પાડતી પૂજા પણ આવી... ‘આ તો જો પૂરું જમવા પણ નથી દેતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter