હળવે હૈયે...

Tuesday 08th October 2019 12:40 EDT
 
 

ચંગુઃ પરમ દિવસે મારી પત્ની કૂવામાં પડી ગઈ. તેને બહુ વાગ્યું હતું. ખૂબ બૂમો પાડી રહી હતી.
મંગુઃ હવે તેને કેમ છે?
ચંગુઃ લાગે છે કે હવે હવે સારું હશે. ગઈકાલથી કૂવામાંથી કોઈ અવાજ નથી આવ્યો.

ડોક્ટરઃ તારા ત્રણ દાંત કેવી રીતે તૂટી ગયા?
દર્દીઃ પત્નીએ ખૂબ જ કડક રોટલી બનાવી હતી.
ડોક્ટરઃ અરે, તો ખાવાની ના પાડી દેવી હતી ને...
દર્દીઃ સાહેબ, એમ જ તો કર્યું હતું.

ચિંકીએ પોતાની બહેનપણીને કહ્યું, ‘કાલ એક છોકરાએ મારું અપમાન કર્યું.’
બહેનપણીઃ કેમ?
ચિંકીઃ એણે કહ્યું તને ગાતાં આવડે છે?
બહેનપણીઃ આવું પૂછ્યું એમાં શું થઇ ગયું?
ચિંકીઃ એણે આ સવાલ મારું ગીત સાંભળ્યા પછી કર્યો!

રમેશઃ તને તરતા આવડે છે?
સુરેશઃ ના
રમેશઃ શું વાત કરે છે? કૂતરાંનેય તરતાં આવડતું હોય છે!
સુરેશઃ તને તરતાં આવડે?
રમેશઃ હા આવડે છે.
સુરેશઃ તો પછી તારામાં અને કૂતરામાં ફરક શું?

ગબ્બર અને હાર્ટ-સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરમાં શું સમાનતા છે?
બન્ને કહે છેઃ તુને બહોત નમક ખાયા હૈ... અબ ગોલી ખા!

કોલેજના પ્રોફેસરઃ ટીના, કિતના છોટા સ્કર્ટ પહના હૈ! તુમ્હારી મા કુછ બોલતી નહીં?
ટીનાઃ અરે સર, બહોત ગુસ્સા હો ગઈ! કહને લગી, અગલી બાર મેરા સ્કર્ટ પહના તો બહોત મારુંગી!

ચંગુના ઘરે બાબા પધાર્યા. બાબાએ પ્રવચન પતાવીને સવાલ પૂછયો. જે કોઈ સ્વર્ગમાં જવા માગતું હોય તે પોતાનો હાથ ઉપર કરે.
ચંગુની પત્ની અને તેની સાસુએ હાથ ઉઠાવ્યો.
બાબાઃ કેમ ચંગુ, તારે સ્વર્ગમાં નથી જવું?
ચંગુઃ આ બન્ને સ્વર્ગમાં જશે તો મારા માટે તો અહીં જ સ્વર્ગ બની જશે.

મંગુ ગાર્ડનમાં બેઠો હતો.
ચંગુઃ તું અહીં શું કરી રહ્યો છે?
મંગુઃ બદલો લઈ રહ્યો છું.
ચંગુઃ કોની સાથે?
મંગુઃ સમય સાથે...
ચંગુઃ તેણે તારું શું બગાડ્યું છે?
મંગુઃ પહેલાં તેણે મને બરબાદ કર્યો, હવે હું સમયને બરબાદ કરી રહ્યો છું.

ડોક્ટરઃ તમને પહેલાં ક્યારેય ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી?
રાજુઃ હા.
ડોક્ટરઃ ક્યારે?
રાજુઃ સ્કૂલમાં હતો ત્યારે સાતમા ધોરણની પરીક્ષામાં સ્પેલિંગ નહોતો આવડતો તેમાં એક માર્ક માટે નાપાસ થયો હતો.

લીલીઃ તને ખબર છે કે એક સર્વે પ્રમાણે ૬૦ ટકા પુરુષો તેમની પત્નીથી ડરે છે?
ચંપાઃ એમ? તો બાકીના ૪૦ ટકાનું શું?
લીલીઃ એ તો એટલા ડરે છે કે જવાબ પણ આપ્યો નથી.

ભુરોઃ દાદા તમે વીમો કેમ નથી કરાવ્યો?
દાદાઃ મારા ગયા પછી તમને ખરેખર દુઃખ થાય એટલે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter