હળવે હૈયે...

હાસ્યઃ જોક્સ

Wednesday 16th October 2019 04:00 EDT
 

ભૂરોઃ કેમ ઉદાસ બેઠો છે?
રાજુઃ આજે લોચો થઈ ગયો, ઘરે જઈશ ત્યારે માર પડશે.
ભૂરોઃ પણ એવું શું થયું?
રાજુઃ હું હિન્દી કિ-બોર્ડથી મેસેજ ટાઈપ કરતો હતો, ઓટો કરેક્શન મોડમાં પ્રિયતમાના બદલે પ્રેતાત્મા સિલેક્ટ થઈ ગયું ને મેસેજ સેન્ડ થઇ ગયો.

પિતાઃ બેટા, આટલી એકાગ્રતાથી શું કરે છે?
પુત્રઃ વાંચું છું.
પિતાઃ શું વાંચે છે?
પુત્રઃ તમારી થનારી પુત્રવધૂના વોટ્સએપ મેસેજ.

પંડિતજીઃ છોકરા અને છોકરીના ગુણ મળે છે... બંનેના ૩૬-૩૬ ગુણાંક આવે છે કરો કંકુના...
યુવકના પિતાઃ મારે નથી કરાવવા લગ્ન.
યુવતીના પિતાઃ અરે પણ થયું શું?
યુવકના પિતાઃ મારો પુત્ર ૩૬ ગુણાંકનો છે અને કેવો છે મને ખબર છે. હવે ઘરમાં બીજું ૩૬ ગુણાંકનું કોઈ લાવવું નથી.

લીલીઃ મારા પતિ ઉંઘમાં બબડાટ કરે છે. એનું કંઈક કરો!
ડોક્ટરઃ હું દવા લખી આપું છુ, ઊંઘતા પહેલા આપી દેજો. બબડાટ નહીં કરે.
લીલીઃ એવું નહીં, એ સ્પષ્ટ બોલે એવું કંઇક કરો, જેથી મને ખ્યાલ આવે.

ચકો હેલ્મેટ પહેરી, ડ્રાઇવિંગ લાયસન્સ લઇને ગાડીના બધા કાગળ લઈ ટ્રાફિક પોલીસ પાસે ગયો અને પૂછ્યુંઃ સાહેબ બધા કાગળ બરાબર છે?
ટ્રાફિક પોલીસઃ (ઝીણી આંખે તપાસી) હા, બધું ટ્રાફિકના નિયમ અનુસાર છે, પણ તારી ગાડી ક્યાં?
ચકોઃ હું આ જાણવા જ આવ્યો હતો,
જો આ બધું બરાબર હોય તો ગાડી લઇને ઘરેથી નીકળું.

‘તમારો દીકરો અમારી પાસે છે, ૨૦ હજાર રૂપિયા આપીને છોડાવી જાવ.’
‘આવી ખંડણીની ધમકી કોને આપે છે? હું અત્યારે જ પોલીસને જાણ કરું છું.’
‘અરે હું પોલીસ જ બોલું છું, તમારા દીકરાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યા છે, તેના દંડની રકમનો આ સરવાળો છે.

હરજીઃ ગણિતમાં જેને x, y અને z કહેવાય છે તેને તમારી કાઠિયાવાડીમાં શું કહેવાય?
વીરજીઃ (ફટાક દેતાં) આ જે xyz છે તેના અમારા કાઠિયાવાડમાં ફલાણું, ઢીંકણું અને પૂછડું કહેવાય.

ચંદ્રિકાઃ આ ચંદ્રયાન-બે તો ચંદ્ર સુધી પહોંચી જ ના શક્યું...
મુનિકાઃ અરે તું ચિંતા ન કર, મોદી હૈ તો મુમકિન હૈ... તું જોજે આવતા પાંચ વર્ષમાં ભારતના લોકો દર મહિને ચંદ્ર પર પૂનમ ભરવા જતા હશે.

એક તરફ એક સાધુ, બીજી તરફ મોટા ચિંતક, ત્રીજી તરફ વિજ્ઞાની બેઠા હતા અને તેઓને સવાલ પૂછ્યો, ‘સંસારી માણસને પરમ શાંતિ, સુખ ક્યારે પ્રાપ્ત થાય છે?’
ત્રણમાંથી કોઈ જવાબ આપી ન શક્યું ત્યારે ખૂણે બેઠેલો લલ્લુ બોલ્યો. ‘જ્યારે પત્ની ઘસઘસાટ ઊંઘતી હોય ત્યારે’

જિગોઃ સ્ત્રીઓનું સૌથી મોટું જુઠ્ઠાણું કયું?
ભૂરોઃ અમારા એમને પૂછવું પડે...
જિગોઃ અને પુરુષોનું કયું?
ભૂરોઃ એમાં આપણે એને શું પૂછવાનું હોય?!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter