પતિઃ હું જીવનમાં જે પણ કંઈ બન્યો છું એ પોતાના દમ પર બન્યો છું.
પત્નીઃ લો કરો વાત, આજ સુધી હું ભગવાનને દોષ દેતી હતી.
•
હસબન્ડ તેની વાઇફના ખોળામાં માથું રાખીને સૂતો હતો.
વાઇફે વ્હાલથી પૂછ્યુંઃ કેવું ફીલ કરો છો?
હસબન્ડઃ એમ લાગે છે કે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં આરામ ફરમાવી રહ્યા છે.
•
ચંગુ અને ચંપા બન્ને બાઇક પર બેસીને ફરવા જઈ રહ્યાં હતાં.
ચંપાઃ પ્લીઝ, તમે આટલી ફાસ્ટ બાઇક નહીં ચલાવો. મને ડર લાગે છે.
ચંગુઃ અરે આમાં ગભરાવાનું શું છે? ડર લાગતો હોય તો તું પણ મારી જેમ આંખો બંધ કરી લે.
•
ચંગુઃ મુંબઈ સેન્ટ્રલની ઇન્ફર્મેશન ઓફિસમાં ફોન કરીને પૂછ્યુ, ‘સૌરાષ્ટ્ર મેલ સવારે કેટલા વાગ્યે ઊપડે છે?
રેલવે અધિકારીઃ સવારે પાંચ વાગ્યે.
ચંગુઃ કયા પ્લેટફોર્મ પર?
રેલવેઅધિકારીઃ ચાર નંબર પર.
ચંગુઃ અચ્છા જેન્ટ્સના જનરલ ડબ્બા કેટલા હોય છે?
રેલવેઅધિકારીઃ બે...
ચંગુઃ દસેક મિનિટ તો ટ્રેન હોલ્ટ કરતી હશેને?
રેલવેનો ઇન્કવાયરી ક્લાર્ક (અકળાઈને)ઃ એક કામ કરો ભાઈ, તમારું સરનામું આપી દો. ટ્રેનને તમારા ઘરે જ મોકલાવી દઉં છું.
•
ચંગુઃ અરે યાર, તને ખબર છે આજે મેં બસની પાછળ દોડી-દોડીને ત્રણ રૂપિયા બચાવી લીધા.
મંગુઃ પાગલ છે ને સાવ, ટેક્સી પાછળ દોડત તો સો રૂપિયાની બચત થાત.
•
પ્રેમી અને પ્રેમિકા વોટ્સ-એપ પર ચેટ કરી રહ્યાં હોય છે.
પ્રેમીઃ આઈ લવ યુ
પ્રેમિકાઃ હા હા હા હા
પ્રેમીઃ સાચે હું તારા વિના રહી શકું એમ નથી.
પ્રેમિકાઃ હા હા હા હા
પ્રેમીઃ આપણા પ્રેમના પ્રતીકરૂપે હું તને એક સાચા હીરાની રિંગ ગિફ્ટ આપવા માંગું છું.
પ્રેમિકાઃ ઓ...હ સાચે જ?!
પ્રેમીઃ હા હા હા હા...
•
પત્નીઃ ગઈકાલે સપનામાં તમે મને અને મારાં મમ્મી-પપ્પાને જેમ ફાવે તેમ બોલી રહ્યાં હતાં.
પતિઃ ચલ ખોટાડી, હું તો એ વખતે ઊંઘ્યો જ નહોતો.
•
ચંગુઃ હું હજી પણ તને કહી રહ્યો છું. મારી અંદર રહેલા જાનવરને તું જગાડવાની કોશિશ કર નહીં.
ચંપાઃ ભલેને જાગતો જાનવર. આમ પણ હું ઉંદરથી ડરતી નથી.
•
એક સ્ત્રીને પતિની કબર પર પંખા વડે હવા નાંખતી જોઈને ચંગુ ગદ્ગદ્ થઇ ગયો. તેણે લાગણીભીના અવાજે તે સ્ત્રીને પૂછ્યું, ‘તમે તમારા પતિને આટલો બધો પ્રેમ કરતા હતા? હજી પણ તેનો ખ્યાલ રાખો છો?’
સ્ત્રીઃ વાત એમ છે કે અમારામાં રિવાજ છે કે પતિની કબર સુકાય નહીં ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતાં.
•
ભાષણખોર નેતા છગને ઘેર આવીને પત્ની લીલીને કહ્યું, ‘મને લાગે છે કે ગળાના કારણે મારે હવેથી ભાષણ આપવાનું બંધ કરવું પડશે.’
‘કેમ?’ લીલી બોલી, ‘શું ગળામાં કંઇ તકલીફ થઈ ગઈ છે?’
‘ના, ના, એવું કંઈ નથી.’ છગને કહ્યું, ‘પણ કેટલાક લોકોએ મારું ગળું કાપી નાંખવાની ધમકી આપી છે.’