હળવે હૈયે...

Wednesday 27th November 2019 05:11 EST
 
 

લલ્લુ પોતાની બિલાડીથી કંટાળીને એને પોતાના ઘરથી દૂર મૂકી આવ્યો, પણ તે ઘરે પહોંચે એ પહેલાં જ બિલાડી પાછી આવી ગઈ હતી. બીજી વાર તે વધુ દૂર મૂકી આવ્યો તો પણ બિલાડી પાછી આવી ગઈ. એટલે ત્રીજી વાર તેણે નક્કી કર્યું કે એને એટલા કોમ્પ્લિકેટેડ રસ્તામાં મૂકી આવવી કે એને રસ્તો જ ન મળે. એટલે શહેરથી ખૂબ દૂર એક જંગલમાં બિલાડીને મૂકીને ઘરે પરત રવાના થયો. થોડી વાર પછી તેણે પત્નીને ફોન કરીને પૂછ્યું, ‘બિલાડી પાછી આવી ગઈ?’
પત્નીએ કહ્યુંઃ હા...
લલ્લુઃ એને અહીં મોકલને, હું રસ્તો ભૂલી ગયો છું.

માસ્તર લલ્લુએ પરીક્ષા માટે પ્રશ્નપત્ર બનાવ્યું.
પ્રશ્નો જોઈને વિદ્યાર્થીઓ બેહોશ થઈ ગયા. બોલો, પ્રશ્નોમાં એવું તે શું હશે? પ્રશ્નો હતા કંઈક આવા...
- ચીન કયા દેશમાં છે?
- ૧૫ ઓગસ્ટ કઈ તારીખે આવે છે?
- લીલો રંગ કયા કલરનો હોય છે?
- ટમેટાને ગુજરાતીમાં શું કહેવાય?
- મુમતાઝની કબરમાં કોને દફનાવવામાં આવી હતી?

લલ્લન ભૈયા પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા.
પાસપોર્ટ ઓફિસરઃ તમારું નામ શું છે?
લલ્લનઃ લલ્લન તિવારી.
ઓફિસરઃ તમારા પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર)ની માહિતી આપો.
લલ્લન હરખભેર બોલ્યો, ‘બનારસી, હલ્કા ચૂના, ડબલ કથ્થા, ૧૨૦ તમાકુ, નવરત્ન કિમામ, કાચી-પાકી સોપારી, લોન્ગ-ઇલાયચી ઓર તનિક હરી પત્તી.’

એક સાસુ તેના જમાઈઓને તેના પર કેટલો પ્રેમ છે તે જાણવા દરિયામાં કૂદી ગઈ. તેઓ જાણવા માગતાં હતાં કે કોણ પોતાના જીવના જોખમે પણ મને બચાવે છે.
પહેલા જમાઈએ તેને બચાવી લીધી એટલે સાસુએ તેને ગાડી આપી દીધી. બીજી વાર કૂદી તો બીજા જમાઈએ તેને બચાવી લીધી તો સાસુજીએ ખુશ થઈને તેમને બાઈક આપી દીધી. સાસુમા ત્રીજી વાર કૂદયા, પણ ત્રીજા જમાઈએ વિચાર્યું કે હવે સાસુમા પાસે માત્ર સાઈકલ જ બચી છે તો બચાવવાનો શું ફાયદો એટલે મરવા દીધા.
જોકે આમ છતાં તેને મર્સિડીઝ કાર મળી.
કોણે આપી?!
તેના સસરાએ.

જિગોઃ હવા કી લહર બનકર મેરી ખિડકી ન ખટખટા. મેં બંધ કમરે મેં તુફાન થામે બેઠા હું... આ વાક્યમાં કવિ શું કહેવા માગે છે?
ભૂરોઃ કવિ એની ગર્લફ્રેન્ડને કહે છે કે મિસકોલ ના કરતી મારી પત્ની ઘરે છે.

લીલીઃ સ્ત્રીઓ દુઃખી કેમ હોય છે?
ભૂરોઃ પોતાના સંતાનોને સુધારવાના બદલે એ પોતાની સાસુના સંતાનને સુધારવા મથતી હોય છે એટલે.

શિક્ષકઃ સૌથી વધારે નશો શેમાં હોય છે?
ભૂરોઃ પુસ્તકોમાં...
શિક્ષકઃ કેવી રીતે?
ભૂરોઃ હાથમાં લઇને ખોલતાંની સાથે જ ઊંઘ આવવા લાગે છે.

શિક્ષકઃ એવી કઈ જગ્યા છે જ્યાં આપણે બધા વચ્ચે ઘેરાયેલા હોવા છતાં એકલા હોવાનો અનુભવ કરીએ છીએ?
ભૂરોઃ પરીક્ષા ખંડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter