હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 04th December 2019 05:30 EST
 
 

શિક્ષકઃ તમને ભાવતા બાર ફળોના નામ આપો
ભૂરોઃ સફરજન, કેળા, સીતાફળ, નારંગી પપૈયુ, મોસંબી અને...
શિક્ષકઃ અરે વાહ... બીજા યાદ કર
ભૂરોઃ અને... અડધો ડઝન કેળા

શિક્ષકઃ ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂકયો?
જિગોઃ નીલ આર્મસ્ટ્રોંગે...
શિક્ષકઃ વાહ, બીજો પગ કોણે મૂક્યો?
જિગોઃ નીલ આર્મસ્ટ્રોંગે જ મૂક્યો હોય ને... એ ત્યાં લંગડી રમવા થોડો ગયો હતો?

શિક્ષકઃ જો કોઈ છોકરો હવેથી છોકરીઓની હોસ્ટેલમાં જતા પકડાયો તો દંડ થશે.
ભૂરોઃ કેટલો થશે?
શિક્ષકઃ પહેલી વખત ૨૦૦ રૂપિયા, બીજી વખત ૫૦૦ રૂપિયા અને ત્રીજી વખત ૧૦૦૦ રૂપિયા...
ભૂરોઃ અને મંથલી પાસ કઢાવવો હોય તો?

શિક્ષકઃ આ બોર્ડ ઉપર પગ દોર્યા છે તે જોઈને પક્ષીનું નામ જણાવો
ભૂરોઃ મને નથી આવડતું
શિક્ષકઃ તું તો સાવ ડફોળ જ છે. ક્લાસની બહાર જતો રહે... અને હા, તારું નામ શું છે?
ભૂરોઃ લો મારા પગ જોઈને જાણી લો.

લીલીઃ તમે એક કલાકથી મેરેજ સર્ટિફિકેટને બિલોરી કાચથી જોઈ રહ્યા છો. તમારે જાણવું છે શું એમાં?
જિગોઃ ક્યાંય એક્સપાયરી ડેટ નથી લખી.

જિગોઃ અરે યાર મને ભણવાનો ખૂબ જ શોખ હતો પણ ટીચર મને ક્યારેય સ્કૂલમાં એન્ટ્રી જ નહોતા આપતા.
ભૂરોઃ કઈ સ્કૂલની વાત કરશ?
જિગોઃ ગર્લ્સ સ્કૂલની...

સાહેબઃ ક્યાં ગયો હતો?
ભૂરોઃ વાળ કપાવવા...
સાહેબઃ ઓફિસ ટાઇમમાં આવા કામ?
ભૂરોઃ ઓફિસમાં રહીને વધ્યા હતા...
સાહેબઃ તો ઘરે વાળ નથી વધતા?
ભૂરોઃ વધે છેને સાહેબ, પણ ઓફિસમાં જેટલા વધ્યા હતા એટલા જ કપાવવા ગયો હતો.

લીલીઃ આ ટીવી કેટલાનું છે ભાઈ?
દુકાનદારઃ ૫૫ હજાર રૂપિયાનું...
લીલીઃ અરે, આ તો ખૂબ જ મોઘું છે. એવું તો ખાસ શું છે આ ટીવીમાં?
દુકાનદારઃ આ ટીવી લાઈટ જાય કે તરત જ ઓટોમેટિક બંધ થઈ જાય છે.
લીલીઃ ઓહ, તો પેક કરી દો.

પત્નીઃ સાંભળો છો, તમે બહુ ભોળા છો, કોઈ પણ તમને ઉલ્લુ બનાવી જાય છે!
પતિઃ સાવ સાચી વાત છે હોં તારી... શરૂઆત તો તારા પપ્પાએ જ કરી હતી.

પોલીસે પાર્કમાં બેઠેલા એક કપલને કહ્યુંઃ ‘પાર્કમાં આવી રીતે બેઠા છો? શરમ નથી આવતી. નાના બાળકો પર શું અસર પડે?’
યુવકઃ અમે બંને પરણેલા છીએ.
પોલીસઃ તો પછી ઘરમાં બેસો.
યુવકઃ તો પછી મારી વાઈફ અને આના હસબન્ડ પર ખરાબ અસર ના પડે?!

પતિઃ મારી વાઈફ ગુમ થઈ ગઈ છે!
પોસ્ટ માસ્ટરઃ આંખો ખુલ્લી છે, પણ જોતાં નથી? આ પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશનમાં જા!
પતિઃ ઓહ... મને માફ કરજો, પણ ખુશીમાં ને ખુશીમાં મને ખબર જ ના પડી કે ક્યાં જવું?

વાઈફઃ જૂઓ ચોર કિચનમાં ઘૂસ્યો છે અને મેં બનાવેલી કેક ખાઈ રહ્યો છે
હસબન્ડઃ બોલ કોને ફોન કરું... પોલીસને કે એમ્બ્યુલન્સને?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter