હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 18th December 2019 06:54 EST
 
 

ચંપાઃ તમે ઘઉં દળાવવા ગયા ત્યારે ફાફા મારતા હતાને?
જિગોઃ ના કેમ?
ચંપાઃ કંઈક તો કરતા જ હશો, કોની સાથે વાતોએ વળગ્યા હતા?
જિગોઃ કંઈ નહોતો કરતો... અરે, હા એક ફોન આવ્યો હતો એટલે બે મિનિટ વાત કરી હતી.
ચંપાઃ હં... મને લાગ્યું જ કે દળાવતી વખતે તમારું ધ્યાન નહીં જ હોય.
જિગોઃ પણ થયું છે શું?
ચંપાઃ થાય શું?! ચાર દિવસમાં બીજી વખત રોટલી બળી ગઈ. એક કામ સરખું નથી કરી શકતા તમે.

લીલીઃ તમારો મિત્ર ભૂરો જે છોકરી સાથે લગ્ન કરવાનો છે તે સાવ ડોબો અને ઝઘડાળુ છે.
જિગોઃ તો હું શું કરું?
લીલીઃ એ તમારો મિત્ર છે. તમારે એને રોકવો જોઈએ?
જિગોઃ મેં લગ્ન કર્યા ત્યારે એ મને અટકાવવા આવ્યો હતો?

લીલીઃ મને નથી લાગતું કે હું વધારે જીવી શકીશ, હવે મારાથી સહન નથી થતું.
ભૂરોઃ તું મરી જઈશ તો હું પણ મરી જઈશ.
લીલીઃ હું તો બીમાર છું એટલે મરી જઈશ, પણ તમે કેમ મરી જશો?
ભૂરોઃ આનંદનો અતિરેકમાં.

છગન ટ્રેનમાંથી ઉતર્યો અને મગનને પૂછ્યુંઃ આ કયું સ્ટેશન છે?
મગન હસ્યો, ખૂબ હસ્યો, પેટ પકડીને હસ્યો અને પછી બોલ્યો, ‘અરે મૂરખ, આ રેલવે સ્ટેશન છે.’

ભૂરોઃ પપ્પા મને હારમોનિયમ લાવી આપો.
પપ્પાઃ ના તું લોકોને હેરાન કરીશ.
ભૂરોઃ નહીં કરું. બધા ઊંઘી જશે પછી જ વગાડીશ, બસ પ્રોમિસ કરું છું...

પત્નીઃ સાંભળો... બે કિલો વટાણા લઈ લઉં?
ભૂરોઃ હા લઈ લે. તને યોગ્ય લાગે તેમ કરને, મેં ક્યારેય ના પાડી છે?
પત્નીઃ મેં સલાહ નથી માગી. તમારી ક્ષમતા પૂછી છે. તમારાથી ફોલાશે તો ખરા ને?


મગન (ઘરે બેસવા આવેલા છગનને)ઃ ખીર લેશો કે હલવો?
છગનઃ ઘરમાં વાટકી એક જ છે કે શું?
મગનઃ ના... ના...
છગનઃ તો પછી બેય લાવને. આપણને ક્યાં વાંધો છે.

બેટાઃ મોટો થઈને જિંદગીમાં શું કરીશ?
પિન્ટુઃ કંઈ પણ કરીશ. પણ કોઈના ઘરે જઈને આવો સવાલ નહીં કરું.

પત્નીઓ ત્યારે પણ પતિને બોલવા દેતી નથી, જ્યારે તેઓ એમની પાસેથી સલાહ માંગતી હોય છે.

રમેશઃ ઈતિહાસ સાક્ષી છે.
સુરેશઃ શેનો?
રમેશઃ આજ સુધી કોઈને પોતાની પત્ની સપનામાં નથી આવી.

દર્દીઃ સાહેબ, મારી કિડની કેમ કાઢી લીધી?
ડોક્ટરઃ તમારી કિડનીમાં સ્ટોન હતો એટલે...
દર્દીઃ તો સ્ટોન કાઢી લેવો હતો ને.
ડોક્ટરઃ સ્ટોનનું અમે શું કરીએ...

છગન - મગન બંને દારૂના નશામાં ચૂર થઈને રેલવેના પાટા ઉપર વચ્ચોવચ્ચ ચાલતા જતા હતા.
છગનઃ હે ભગવાન, હું આટલી બધી સીડીઓ અગાઉ ક્યારેય ચઢ્યો નથી.
મગનઃ અરે આ સીડીઓ તો ઠીક છે, મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે હાથથી પકડવા માટેની રેલિંગ કેટલી બધી નીચે બેસાડી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter