હળવે હૈયે...

હાસ્ય - જોક્સ

Wednesday 22nd January 2020 05:21 EST
 
 

પતિ-પત્ની વચ્ચે ભારે ઝગડો થઈ ગયો. પતિ દુઃખમાં ને દુઃખમાં કથા સાંભળવા ચાલી ગયો. પાછો આવ્યો ત્યારે પત્નીએ પૂછ્યું, ‘ક્યાં ગયા હતા?’
પતિઃ કથા સાંભળવા...
પત્નીઃ કાંઈ અસર થઈ?
પતિ કાંઈ ન બોલ્યો અને પત્નીને સીધી ઉઠાવી જ લીધી.
પત્ની (શરમાતા)ઃ અરે આ શું કરો છો? કથામાં મહારાજે પત્ની સાથે રોમાન્સ કરવાનું કહ્યું છે?
પતિઃ ના... રે ના, તેમણે કહ્યું કે પોતાના દુઃખ પોતે જ ઉઠાવો.

નલીનઃ તું તારી પત્નીને હંમેશાં શનિની પનોતી કેમ કહે છે?
દીપકઃ તેની સાથે મારા લગ્ન શનિવારે જ થયા હતા એટલે.

પોલીસઃ આટલી રાતે નશામાં ક્યાં જાય છે?
જિગોઃ પ્રવચન સાંભળવા
પોલીસઃ શાનું પ્રવચન?
જિગોઃ દારૂ પીવાના દુષ્પરિણામો વિશે.
પોલીસઃ કોણ આપે છે આવું પ્રવચન અને એ પણ આટલી મોડી રાતે?
જિગોઃ મારી પત્ની...

છોકરીવાળાઃ છોકરાએ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?
છોકરાવાળાઃ MF IAS
છોકરીવાળાઃ એ વળી કઇ ડિગ્રી?
છોકરાવાળાઃ Metric Fail In All Subjects

ભૂરોઃ યાર, આપણી સોસાયટીની બહાર એટીએમ છે એ કામ કેમ નથી કરતું?
જિગોઃ તારી ભાભીના લીધે બંધ છે.
ભૂરોઃ કેમ તેમણે શું કર્યું?
જિગોઃ ગઈકાલે મેં તેને પૈસા ઉપાડવા માટે મોકલી હતી. એમાં એન્ટર યોર પીન લખેલું આવ્યું તો એણે માથાની પીન કાઢીને મશીનમાં ઘૂસાડી દીધી.

શિક્ષકઃ અરે ઓ છોકરાવ, ગણિતનું પેપર છે અને તમે ગરબા ગાવા લાગ્યા?
જિગોઃ કેમ અહીંયા લખ્યું તો છે કે, દરેક સ્ટેપના માર્ક મળશે...

મેં દારૂ પીવાનું બસ એ દિવસથી છોડી દીધું છે...
... જ્યારે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને દોઢ કલાક સુધી મોબાઈલ શોધ્યો.

સરદારઃ પ્રિન્ટર કા પેપર દેના.
દુકાનદારઃ એ ફોર?
સરદારઃ એ ફોર એપલ. તુમ હમકો એબીસીડીના શીખવાડો. પેપર દો.

ચંગુ (મંગુને)ઃ કાલે ચંપાએ મને રિકવેસ્ટ કરી કે ધમકી આપી એ હજી સુધી સમજાયું નથી.
મંગુઃ શું કહ્યું એવું તો ભાભીએ?
ચંગુઃ મને કહે કે નવરા બેઠા છો તો કપડાં ધોઈ નાંખો નહીં તો હું ધોઈ નાંખીશ.
મંગુઃ હેં!?

ભૂરોઃ લગ્નજીવન સુખી કેવી રીતે રાખી શકાય.
જિગોઃ લગ્નજીવન સુખી રાખવાનું ગણિત છે. એ તમારે શીખવું પડે.
ભૂરોઃ કેવું ગણિત?
જિગોઃ સાંભળ, જો તમારી પાસે બે રૂપિયા છે અને તમારી પત્ની પાસે ૯૮ રૂપિયા છે તો તમારા ઘરમાં જ બે જ રૂપિયા છે. બીજું કે, જો
તમારી પાસે ૯૮ રૂપિયા છે અને તમારી પત્ની પાસે બે રૂપિયા છે તો તમારા ઘરમાં ૧૦૦ રૂપિયા છે. આ સમજી જઈશ તો આખી જિંદગી સુખમાં પસાર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter